Not Set/ ભારતમાં નહી પણ આ જગ્યાએ થાય છે વિશ્વની સૌથી મોટી હોળીની ઉજવણી

    સામાન્ય રીતે આપણને એવું લાગે છે સૌથી મોટી હોળીની ઉજવણી મથુરા કે વારાણસી ખાતે ઉજવવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વની સૌથી મોટી હોળીની ઉજવણીમાં ભારતના કોઈ શહેરનું નામ સામેલ નથી. વિશ્વની સૌથી મોટી હોળીની  ઉજવણી એ બીજે ક્યાય નહિ પણ અમેરિકામાં થાય છે. અમેરિકામાં ઉતાહ દેશમાં આવેલું શ્રી શ્રી […]

Navratri 2022
USAAA HOLI ભારતમાં નહી પણ આ જગ્યાએ થાય છે વિશ્વની સૌથી મોટી હોળીની ઉજવણી

 

 

સામાન્ય રીતે આપણને એવું લાગે છે સૌથી મોટી હોળીની ઉજવણી મથુરા કે વારાણસી ખાતે ઉજવવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વની સૌથી મોટી હોળીની ઉજવણીમાં ભારતના કોઈ શહેરનું નામ સામેલ નથી.

વિશ્વની સૌથી મોટી હોળીની  ઉજવણી એ બીજે ક્યાય નહિ પણ અમેરિકામાં થાય છે. અમેરિકામાં ઉતાહ દેશમાં આવેલું શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતે થાય છે. આ મંદિર એ ઇસ્કોન એટલે કે (ISCON –international society for Krishna consciousness) દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

આ મંદિરનું બાંધકામ ચારુદાસ દ્વારા ૧૬ ફેબ્રુઆરી,૧૯૯૮માં ચાલુ કરવામાં આવ્યું હતું. થોડા સમય બાદ શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરનું નિર્માણ પૂરું થઇ ગયું હતું.

આ મંદિરમાં ધ્યાન અને યોગના ક્લાસ ફ્રીમાં ચલાવવામાં આવે છે. એટલું જ નહિ પણ દેશ વિદેશમાંથી આવતા લોકો આ મંદિરની મુલાકાત અચૂક લે છે.

અહી હોળી થોડી અલગ રીતે મનાવવામાં આવે છે. ભારતમાંથી હોળીના રંગ  મંગાવવામાં આવે છે. ત્યારબાદ અહી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને આખા દિવસ દરમ્યાન એકબીજા પર રંગ ઉડાડી ઉજવણી ચાલે છે. ઉપરાંત ડીજે પણ હોય છે જેના તાલે લોકો ઝૂમી ઉઠે છે. અને સાંજે હોલીકાનું પુતળું બનાવીને હોલિકા દહન કરવામાં આવે છે.આ મંદિરની જગ્યા એટલી વિશાળ છે કે હજારોની સંખ્યામાં પબ્લિક સમાવી શકે છે.