Not Set/ પાકિસ્તાની ગાયિકા બની ફિદાઇન, પીએમ મોદીની હત્યા કરવાની આપી ધમકી

તમે એક કહાવત સાંભળી જ હશે કે કૂતરાની પૂંછડી વાંકીની વાંકી જ રહે. કઇક આવુ જ ભારતનું પડોશી દેશ પાકિસ્તાન અત્યાર સુધી સાબિત કરતુ આવ્યુ છે. કદાચ આના કરતાં વધુ માનસિક કંગાલિયત તમને બીજા કોઈ દેશમાં જોવા નહી મળે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનને સૌથી વધુ તકલીફો થઇ હોય તેવુ લાગી રહ્યુ છે. શાસકોથી […]

Top Stories World
pjimage 1 5 પાકિસ્તાની ગાયિકા બની ફિદાઇન, પીએમ મોદીની હત્યા કરવાની આપી ધમકી

તમે એક કહાવત સાંભળી જ હશે કે કૂતરાની પૂંછડી વાંકીની વાંકી જ રહે. કઇક આવુ જ ભારતનું પડોશી દેશ પાકિસ્તાન અત્યાર સુધી સાબિત કરતુ આવ્યુ છે. કદાચ આના કરતાં વધુ માનસિક કંગાલિયત તમને બીજા કોઈ દેશમાં જોવા નહી મળે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનને સૌથી વધુ તકલીફો થઇ હોય તેવુ લાગી રહ્યુ છે. શાસકોથી લઈને પાકિસ્તાન સૈન્ય સુધી અને હવે તેના નાગરિકોએ પણ વાહિયાત નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ પાકિસ્તાનની ગાયિક રબ્બી પીરઝાદા, જેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારવા આત્મઘાતી ફિદાયદિનનો સ્વાંગ ધર્યો છે. અને કાશ્મીરની પુત્રી હોવાનો દાવો કરીને પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. થોડા દિવસો પહેલા, પીરઝાદા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારવા જંગલી પ્રાણીઓ સાથે સેલ્ફી લેવા બદલ વન્યપ્રાણી સંરક્ષણની કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો.

તેણે ભૂતકાળમાં પણ બાલિશ હરકતો કરી છે

રબ્બી પીરઝાદા રોજ કોઇને કોઇ નવુ ધતિંગ કરતી રહે છે. આ વખતે તેણે કશ્મીર અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો નવો ફાતવો બહાર પડ્યો છે. તાજેતરમાં, તેણે અજગર, મગર,  સહિતનાં જાનવરો સાથે તેના સ્ટુડિયોમાં સેલ્ફી લીધી અને તેને ટ્વિટર પર શેર કરી અને લખ્યું કે તે તેના દ્વારા ભારતને જન્નત નસીબ કરાવશે. ત્યારબાદ તેની વિરુદ્ધ પાકિસ્તાન વન્યપ્રાણી સંરક્ષણ કાયદાનાં ઉલ્લંઘન માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, તેની નોંધ લેતા લાહોરની અદાલતે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.

ભારતીય ટ્રોલર્સે પાકિસ્તાનનો નવો રાષ્ટ્રીય પહેરવેશકહ્યું

હવે નવી નોટંકી કરતા પિરઝાદાએ તેની એક નવી સેલ્ફી બહાર પાડી છે, જેમાં તે માનવ બોમ્બ તરીકે જોવા મળી રહી છે. તેણે પેટ પર કાળી વેસ્ટ પહેરી છે, જેના પર તે બંધાયેલી છે અને સર્કિટ બતાવતા ઇલેક્ટ્રિક વાયર દેખાય છે. એ જુદી વાત છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માનવ બોમ્બ તરીકે મારવાનો ગાંડો વિચાર કરનાર રબ્બી પીરઝાદા ત્યારથી સોશિયલ મીડિયા પર ભારતીય ટ્રોલર્સનાં નિશાના પર છે. કેટલાક ભારતીય ટ્રોલર્સે એમ કહીને પ્રતિક્રિયા આપી છે કે પાકિસ્તાનનાં નવા રાષ્ટ્રીય પહેરવેશ માટે અભિનંદન. કેટલાકે તેની આડમાં પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાનને પણ નિશાન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.