અમદાવાદ/ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી

અમદાવાદની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં નવી જેલના સર્કલ યાર્ડ નં. 11 પાસેની ઘટના ઘટી હતી.

Top Stories Gujarat
જેલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી
  • સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી
  • નવી જેલના સર્કલ યાર્ડ નં. 11 પાસેની ઘટના
  • 5 કેદીઓએ મળીને 2 કેદીને માર્યો માર

અમદાવાદ ખાતે આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારીની ઘટના સામે આવી છે. જો કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. જેલમાં કેદીઓએ કેબીજાને વાસણો વડે માર માર્યાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં નવી જેલના સર્કલ યાર્ડ નં. 11 પાસેની ઘટના ઘટી હતી. જેમાં 5 કેદીઓએ ભેગા મળીને 2 કેદીને  માર માર્યો હતો. સ્ટીલની થાળી બે કેદીઓ ઉપર અન્વય પાંચ કેદી ભેગા થઇ ને તૂટી પડ્યા હતા.

અત્રે નોધનીય છે કે અગાઉ પણ જમવા બાબતે બોલાચાલી થઇ હતી. આ ઘટનાને લઇ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.