Not Set/ અંતિમ તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ જનતાને કરી અપીલ…

બિહાર વિધાનસભા ચૂંટણી 2020 નાં ત્રીજા અને છેલ્લા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન શરૂ થાય તે પહેલા જ અનેક બૂથો ઉપર કતારો જોવા મળી હતી.

India
ipl 1 અંતિમ તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ જનતાને કરી અપીલ...

બિહાર વિધાનસભા ચૂંટણી 2020 નાં ત્રીજા અને છેલ્લા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન શરૂ થાય તે પહેલા જ અનેક બૂથો ઉપર કતારો જોવા મળી હતી. ત્રીજા તબક્કામાં 78 વિધાનસભા મત વિસ્તારોની ચૂંટણીઓ ઉપરાંત વાલ્મિકીનગર સંસદીય ક્ષેત્રની પેટા ચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, 15 જિલ્લાની 78 બેઠકો માટે ત્રીજા તબક્કામાં 2 કરોડ 35 લાખ 54 હજાર 71 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કામાં વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી ઉપરાંત સરકારનાં 11 પ્રધાનો- વિજેન્દ્ર પ્રસાદ યાદવ, મહેશ્વર હજારી, વિનોદ નારાયણ ઝા, ખુર્શીદ અહેમદ, પ્રમોદ કુમાર, લક્ષ્મેશ્વર રાય, બિમા ભારતી, કૃષ્ણ કુમાર ઋષિ, નરેન્દ્ર નારાયણ યાદવ, રમેશ ઋષિદેવ, સુરેશ શર્મા સહિત 1204 ઉમેદવાર મેદાનમાં છે.

ત્રીજા તબક્કાનાં મતદાન અંગે પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ટ્વીટ કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું કે, આજે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો ત્રીજો અને છેલ્લો તબક્કો છે. હું તમામ મતદારોને લોકશાહીનાં આ પવિત્ર તહેવારમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અને નવો મતદાન રેકોર્ડ સ્થાપવા વિનંતી કરું છું. અને હા, માસ્ક પહેરવાની અને સામાજિક અંતરની પણ કાળજી લો. ”