Birthday/ કેપ્ટન કોહલીનાં જન્મ દિવસ પર જાણો તેના રેકોર્ડ વિશે

2008માં ડેબ્યૂ કર્યા બાદ, કોહલીએ રાષ્ટ્રીય ટીમ માટે 254 ODI, 96 ટેસ્ટ અને 92 T20I રમી છે. તે તમામ ફોર્મેટમાં નોંધપાત્ર રેકોર્ડ ધરાવે છે અને વળી રમતનાં ત્રણેય ફોર્મેટમાં 50 થી વધુની સરેરાશ ધરાવનાર એકમાત્ર બેટ્સમેન છે.

Sports
વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનો આજે જન્મ દિવસ છે. આજે તે 33 વર્ષનો થઈ ગયો છે. આધુનિક ક્રિકેટનાં મહાન ખેલાડીઓમાંના એક, કોહલી હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, જ્યાં ભારત ગ્રુપ 2 પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. કોહલી શુક્રવારનાં રોજ દુબઈમાં સુપર 12 મુકાબલામાં સ્કોટલેન્ડ વિરુદ્ધની જીત સાથે પોતાનો જન્મદિવસ ઉજવવા માંગે છે. પાકિસ્તાન અત્યારે ચારમાંથી ચાર જીત સાથે ગ્રુપમાં ટોપ પર છે. ભારતે ટૂર્નામેન્ટમાં પ્રથમ બે મેચ હારી હતી અને ત્રીજી મેચ જીતી હતી.

કોહલી જન્મ દિવસ

આ પણ વાંચો – Birthday / કેપ્ટન કોહલીનાં જન્મ દિવસ પર રાજનેતાઓએ પાઠવી શુંભકામનાઓ

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમને તેમની શરૂઆતની મેચમાં 10-વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, તે પહેલા ન્યૂઝીલેન્ડે દુબઈમાં આઠ વિકેટની જીત દરમિયાન ભારતીય બેટિંગ લાઇન-અપમાં ખામીઓનો પર્દાફાશ કર્યો હતો. જો કે, અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની સેમિફાઇનલની આશા જીવંત છે. ભારતે તેમની બાકીની બન્ને મેચો વધુ સારા નેટ રન રેટ સાથે જીતવી પડશે અને ન્યૂઝીલેન્ડને તેમની બાકીની બેમાંથી ઓછામાં ઓછી એક મેચ ગુમાવવી પડશે. જણાવી દઇએ કે, 2008માં ડેબ્યૂ કર્યા બાદ, કોહલીએ રાષ્ટ્રીય ટીમ માટે 254 ODI, 96 ટેસ્ટ અને 92 T20I રમી છે. તે તમામ ફોર્મેટમાં નોંધપાત્ર રેકોર્ડ ધરાવે છે અને વળી રમતનાં ત્રણેય ફોર્મેટમાં 50 થી વધુની સરેરાશ ધરાવનાર એકમાત્ર બેટ્સમેન છે. ભારતીય કેપ્ટનનાં નામે 70 આંતરરાષ્ટ્રીય સદીઓ (ટેસ્ટમાં 27, ODIમાં 43) છે, જે મહાન સચિન તેંડુલકર પછી કોઈપણ ખેલાડી દ્વારા બીજી સૌથી વધુ સદી છે, જેઓ 100 સદી સાથે આ યાદીમાં સૌથી આગળ છે.

કોહલી જન્મ દિવસ

બેટ્સમેન અને કેપ્ટન તરીકે જાણો ક્યા છે વિરાટનું નામ-

1- સૌથી વધુ ટેસ્ટ જીત સાથે ભારતીય કેપ્ટનઃ વિરાટ કોહલીએ 65 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી ટીમે 38માં જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ જીતનાં મામલામાં તે ભારતીય કેપ્ટનોમાં ટોચ પર છે, જ્યારે એકંદરે તેની આગળ માત્ર ત્રણ કેપ્ટન છે. તેનાથી આગળ માત્ર ગ્રેમ સ્મિથ (53), રિકી પોન્ટિંગ (48) અને સ્ટીવ વો (41) છે.

2- ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાને હરાવનાર પ્રથમ એશિયન કેપ્ટનઃ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું હતું. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ એશિયન કેપ્ટને ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર હરાવ્યું હોય. ત્યારબાદ ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. 70 વર્ષમાં કોઈ એશિયાઈ કેપ્ટન આ સિદ્ધિ મેળવી શક્યો નથી.

3- સૌથી ઝડપી 10,000 ODI રન: વિરાટ કોહલીને સચિન તેંડુલકરનાં રેકોર્ડ તોડવા માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવે છે. વનડેમાં સૌથી ઝડપી 10,000 ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ વિરાટ કોહલીનાં નામે છે. આ મામલે વિરાટે સચિનને ​​ઘણો પાછળ છોડી દીધો હતો. વિરાટ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ સચિનનાં નામે હતો. સચિને 259 ઇનિંગ્સમાં આ કારનામો કર્યો હતો જ્યારે વિરાટ કોહલીએ માત્ર 205 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.

કોહલી જન્મ દિવસ

આ પણ વાંચો – T20 World Cup / તો શું ભારત અને અફઘાનિસ્તાનની મેચ ફિક્સ હતી? વકાર-વસીમે આપ્યો આ જવાબ

33 વર્ષીય પુરૂષોની T20 ઈન્ટરનેશનલમાં 92 મેચોમાં 3225 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. દિલ્હીમાં જન્મેલા આ ક્રિકેટર છેલ્લા ચાર વર્ષથી ત્રણેય ફોર્મેટમાં નિયમિતપણે રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સુકાની તરીકે પણ તેનો ઉત્તમ રેકોર્ડ છે, પરંતુ તે તેની કેપ્ટનશીપ દરમિયાન ICC ટ્રોફીમાં પોતાની ટીમનું નેતૃત્વ કરી શક્યો નથી. તેની આક્રમક કેપ્ટનશીપ માટે જાણીતો, કોહલી ટેસ્ટ ક્રિકેટમાં જીતની સંખ્યાની વાત કરીએ તો તે સૌથી સફળ ભારતીય કેપ્ટન છે. તેના કેપ્ટન તરીકે 65 મેચનાં કાર્યકાળ હેઠળ, ભારતે વિદેશી ધરતી પર 38 મેચ જીતી છે જેમાં નોંધપાત્ર ટેસ્ટ શ્રેણી જીત પણ છે.