Not Set/ જાણો,સૌરાષ્ટ્રના ક્યાં 3 ગામડામાં લાગ્યું સ્વૈચ્છિક લોકડાઉન

કોએ સ્વૈચ્છિક 10 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે.

Gujarat Rajkot Others
Untitled 31 જાણો,સૌરાષ્ટ્રના ક્યાં 3 ગામડામાં લાગ્યું સ્વૈચ્છિક લોકડાઉન

રાજકોટ શહેર મા વધતા કોરોના સંક્રમણને કારણે લોકો માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યાં વાત કરીએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકના ભૂણાવા ગામ માં કોરોના કેસના સંક્રમણને લઈને સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયેલ છે. સરકારી ચોપડે ના હોય એવા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે.જેથી  ત્યાના   લોકોએ સ્વૈચ્છિક 10 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે.ભૂણાવા ગામમાં કોરોનાના 3 થી વધુ કેસ નોધાતા સરપંચ અને જિ.પં.ના કારોબારી ચેરમેન સાથે મિટિંગ મળીને આ નિર્ણય લેવાયો છે .બહાર ગામથી આવતા ફેરિયાઓને પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે

દેવભૂમિ દ્વારકા  શહેરમાં  વધતા કોરોના સંક્રમણને કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.જેમાં દ્વારકા જિલ્લના જામકલ્યાણપુર તાલુકા ખાતેના બે ગામ રણજિતપુર અને ભોગાત ગામ માં કોરોના કેસ ના સંક્રમણને લઈનેસ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયેલ છે.જેમાં સરપંચ, સ્થા.વેપારીઓએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરાયો છે.ગામમાં જીવન જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે.જેથી લોકોમાં અવ્યવસ્થા ન સર્જાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…