Jamnagar/ ધ્રોલ નજીક ખાતર ભરેલા ટ્રકની કેબિનમાં આગથી દોડધામ

જામનગર જિલ્લાના ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસે પાર્ક કરવામાં આવેલા એક ખાતર ભરેલા ટ્રકમાં સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને ટ્રકની કેબીન ભળકે બળી હતી. ધ્રોલ ફાયર…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 04T160857.004 ધ્રોલ નજીક ખાતર ભરેલા ટ્રકની કેબિનમાં આગથી દોડધામ

@સાગર સંઘાણી

Jamnagar News:  જામનગર જિલ્લાના ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસે પાર્ક કરવામાં આવેલા એક ખાતર ભરેલા ટ્રકમાં સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને ટ્રકની કેબીન ભળકે બળી હતી. ધ્રોલ ફાયર સમયસર પહોંચી જઈ આગને બુઝાવી હતી. જેથી ટ્રકમાં ભરેલો ખાતરનો જથ્થો બચી ગયો હતો.

આગના બનાવની મળતી વિગત પ્રમાણે ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે આવેલા ટોલનાકા પર ખાતર ભરેલો એક ટ્રક સાઈડમાં પાર્ક કરવામાં આવ્યો હતો.  જેમાં સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને આગની જવાળાઓ કેબીનની બહાર નીકળતી દેખાઇ હતી.

આ ઘટનાની જાણ થતા સૌપ્રથમ ત્યાંથી પસાર થનારા વાહન ચાલકોએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી.  જેથી ધ્રોલ પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરતાં ધ્રોલ ફાયરની ટુકડી સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી. જેથી ટ્રકમાં લોડ કરવામાં આવેલો ખાતરનો જથ્થો બચી ગયો હતો. આગના બનાવ મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગીર સોમનાથના વેરાવળમાંથી દીપડીનું રેસ્કયું કરવામાં આવ્યું

આ પણ વાંચો:દ્વારકામાં આખલાના કારણે વૃદ્ધનું થયું મોત, સીસીટીવી આવ્યા સામે

આ પણ વાંચો:જામનગરમાં આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી તબીબ ઝડપાયો