દાદરા નગર હવેલી/ કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ

દાદરા નગર હવેલીના ખીરડી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. કેમિકલ બનાવતી આરતી સરફેક્ટન્સ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે

Top Stories Gujarat
Untitled 26 કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ

દાદરા નગર હવેલીના ખીરડી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. કેમિકલ બનાવતી આરતી સરફેક્ટન્સ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતા 10થી વધારે ફાયરની ટીમ ઘટના સ્થળ પર ધસી આવી હતી. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી રહી છે.

Untitled 25 કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ

પ્રાપ્ત વિગો અનુસાર સાંજે સાત વાગ્યાની આસપાસ આ આગજની ની ઘટના બની હતી. જો કે આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાની શકાયું નથી. આગ લગા જ કંપની સંચાલક અને કામદારો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને ફાયર સેફટી દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કેમિકલના ડ્રમ ભરેલા હોવાને કારણે આગ એ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કંપનીમાં મોટા ધડાકાઓ ના કારણે આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

નજીક ગામના યુવાનો પણ રેસ્ક્યુમાં જોડાયા હતા. અને કંપનીની આજુબાજુમા રહેતા લોકોને હટાવી સુરક્ષિત જગ્યા પર લઈ જવામા આવ્યા છે.

National/ રાજસ્થાનના CMના પુત્ર વૈભવ ગેહલોત વિરુદ્ધ નોંધાઈ FIR , છેતરપિંડીનો આરોપ, જાણો સમગ્ર મામલો

National/ હેપ્પીનેસ રેન્કિંગને લઈને કેન્દ્ર પર રાહુલ ગાંધીનો ટોણો, કહ્યું- દેશ ટૂંક સમયમાં નફરત અને ગુસ્સાની રેન્કિંગમાં ટોપ પર આવશે

National/ સુભાષચંદ્ર બોઝના પરિવારે કહ્યું- જાપાનના આ મંદિરમાં છે ‘નેતાજી’ના અસ્થિ, DNA ટેસ્ટની માંગ