Not Set/ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદમાં પોલીસ વિભાગે કરી ફ્લેગ માર્ચ

સુરતની ઘટના બાદ ગુજરાતના અન્ય શહેરોની પોલીસ ધીમે-ધીમે સ્ટેન્ડ ટુ મુડમાં આવી રહી છે. જેના પગલે આજે અમદાવાદમાં પોલીસ દ્ધારા ફુટ પ્રેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા થયા બાદ સુરક્ષાને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે

Top Stories Gujarat
8 15 કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદમાં પોલીસ વિભાગે કરી ફ્લેગ માર્ચ

સુરતની ઘટના બાદ ગુજરાતના અન્ય શહેરોની પોલીસ ધીમે-ધીમે સ્ટેન્ડ ટુ મુડમાં આવી રહી છે. જેના પગલે આજે અમદાવાદમાં પોલીસ દ્ધારા ફુટ પ્રેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા થયા બાદ સુરક્ષાને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે.પરંતુ સુરતમાં બનેલી ઘટના અમદાવાદમાં બને નહિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને પોલીસ એલર્ટ થઈ છે. આ સંદર્ભે આજે સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અનેક વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી જેથી પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળતા રહે અને ઇમરજન્સી વખતે પોલીસનો વિના સંકોચે સંપર્ક કરી શકે.

નોંધનીય છે કે જે રીતે સુરતમાં  યુવાને યુવતીને તેના જ પરિવારની સામે ગળુ કાપીને હત્યા કરી અને તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે તેના કારણે પોલીસ અને તેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ચુકી છે. હવે આ સંદર્ભે અન્ય શહેરોની પોલીસ પણ સફાળી જાગી છે અને કોઇ અધટીત ધટના બને તે પહેલા એલર્ટ થઇ ગઇ છે.

અમદાવાદની વાત કરીએ તો પ્રમાણમાં સ્થિતિ કાબુમાં છે. તેમ છતા પણ પોલીસ દ્વારા લોકોમાં વિશ્વાસ સંપાદન અને અસામાજિક તત્વોમાં ડર પેસે તે માટે આજે ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. આ ફુટ પેટ્રોલિંગમાં અનેક ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અન્ય પોલીસ કાફલો પણ જોડાયો હતો. પોલીસના ફુટ પેટ્રોલિંગને પબ્લીક પણ આવકારી રહી છે.