વલસાડ/ કપરાડામાં લાંચ માંગનાર ASI અને HCનો વચેટીયો ઝડપાયો

કપરાડા પોલીસ મથકના ASI યોગેશ માહલા અને HC અતુલ પટેલે મહિલાના પતિ અને પરિવારના સભ્યો પાસે મહિલા વિરુદ્ધ ધરપકડ કે પોલીસ કાર્યવાહી ન કરવા બદલ 1.50 લાખની લાંચની માંગણી કરી હતી.

Gujarat Others
Mantavyanews 43 2 કપરાડામાં લાંચ માંગનાર ASI અને HCનો વચેટીયો ઝડપાયો

@મયુર જોશી 

વલસાડ જિલ્લા એસીબી પોલીસે સપાટો બોલાવી કપરાડા ના નાનાપોન્ઢા પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીઓ વતી લાખો રૂપિયાની લાંચ લેતા એક વચેટીયાને રંગેહાથ  ઝડપી પાડ્યો હતો. જ્યારે આ મામલામાં લાંચિયા બંને પોલીસકર્મીઓ ફરાર હોવાથી એસીબીએ તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

દારૂના એક કેસમાં ફરિયાદીની પત્નીનું નામ નહીં ખોલવા ના બદલામાં રૂપિયા દોઢ લાખની લાચ ની માંગ કરી હતી. આખરે ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવતા લાંચિયા  પોલીસ કર્મીઓ વતી લાંચ લેતો વચેટીયો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.બનાવની વિગત મુજબ વલસાડની કપરાડા તાલુકાના નાનાપોન્ઢા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા યોગેશ માહલા અને પોલીસ કોન્સ્ટેબલ અતુલ પટેલે ફરિયાદી પાસેથી દારૂના એક કેસમાં રૂપિયા દોઢ લાખની માંગ કરી હતી.

ફરિયાદીના એક પરિવારજન દારૂના જથ્થા સાથે કારમાં ઝડપાયો હતો. ગુનામાં વપરાયેલી કાર ફરિયાદીના પત્નીના નામે  હતી. આથી આરોપી પોલીસ કર્મીઓએ ફરિયાદીનો સંપર્ક કરી દારૂના કેસમાં તેની પત્નીનું  નામ નહીં ખોલવાના અને આગળ કોઈ કાર્યવાહી નહીં કરવાના બદલે રૂપિયા દોઢ લાખની લાંચની માંગ કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

આથી એસીબી પોલીસે આ લાંચિયા પોલીસકર્મીઓને રંગે હાથ ઝડપવા નાનાપોન્ઢા નજીક વારોલી નાનાપોંડા માર્ગ પર એક લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ છટકામાં  બંને પોલીસ કોન્સ્ટેબલ વતી ₹1.5 લાખની લાંચ લેતા સયાજી ગાયકવાડ  નામનો વચેટીયો  પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જો કે બંને કોન્સ્ટેબલ ફરાર હોવાથી એસીબી એ બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. આમ બે લાચિયા પોલીસકર્મીઓ એસીબી ટ્રેપમાં ફસાતા વલસાડ જિલ્લા પોલીસ બેળામાં ખળભળાટ મચી ગયો હતો.


આ પણ વાંચો:દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ

આ પણ વાંચો:બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું