ગાંધીનગર/ જાણો, ક્યારે શરૂ થશે ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન

ACDPC ના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલના સમયે વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટર અને આઇટી ક્ષેત્રે તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન ડિપ્લોમા એન્જીનીયરીંગ તરફ વધુમાં વધુ ઝુકાવ જોવા મળી રહ્યો છે.

Gandhinagar Top Stories Gujarat
ડિપ્લોમા

ધોરણ 10 બાદ ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તા. 16 મે થી તા.14 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રાજ્યની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ, 107 ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં અંદાજે 68 હજાર જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

ACPDC દ્વારા સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન યોજાશે. ડિપ્લોમા એન્જીનીયરીંગનું 21 જૂનના રોજ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાશે. ત્યારબાદ મોક રાઉન્ડ માટે ચોઇસ ફીલિંગ 21 જૂનથી 25 જૂન સુધી હાથ ધરાશે. મોક રાઉન્ડનું પરિણામ 28 જૂને જાહેર થશે. જ્યારે ફાઇનલ મેરીટ લિસ્ટ 30 જૂને જાહેર કરાશે. પ્રથમ રાઉન્ડ માટે ઉમેદવારો દ્વારા પસંદગી ભરવી તેમજ ફેરફાર 30 જૂનથી 3 જુલાઈ દરમિયાન કરી શકાશે. રાઉન્ડ 1નું એલોટમેન્ટ લિસ્ટ 6 જુલાઈએ જાહેર થશે. વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ 6 થી 10 જૂલાઈ સુધીમાં નિશ્ચિત કરવાનો રહેશે. ત્યારબાદ ખાલી રહેતી બેઠકો અંગે જાહેરાત કરી, બીજો રાઉન્ડ હાથ ધરાશે. ડિપ્લોમા એન્જીનીયરીંગનું શૈક્ષણિક સત્ર 15 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ACDPC ના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલના સમયે વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટર અને આઇટી ક્ષેત્રે તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન ડિપ્લોમા એન્જીનીયરીંગ તરફ વધુમાં વધુ ઝુકાવ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કુલ 68,161માંથી 60 ટકા જેટલી બેઠકો ભરાઈ હતી, એટલે કે 41,165 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો, જ્યારે 27,005 બેઠકો ખાલી રહી હતી. રાજ્યની સરકારી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં 20,737 બેઠકોમાંથી 14,367 ભરાઈ હતી જ્યારે 6370 બેઠકો ખાલી રહી હતી. તો ગ્રાન્ટેડ કોલેજોમાં 1515 બેઠકમાંથી 1444 બેઠકો ભરાતા માત્ર 71 બેઠકો ખાલી રહી હતી. બીજી તરફ ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં ઉપલબ્ધ 45,386 માંથી 25,109 બેઠકો ભરાતા 20,277 બેઠકો ખાલી રહી હતી.

ટૂંક સમયમાં વિગતવાર પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાશે.વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન સરળતા માટે રાજ્યભરમાં સાયબર સેન્ટર પણ રાખવામા આવ્યા છે.આ વર્ષે વિદ્યાર્થીને પિન નંબર નહી મળે.વિદ્યાર્થીએ પોતાના નામ, મોબાઈલ નંબરથી પ્રોફાઈલ આઈડી બનાવીને ઓટીપી મેળવવાનો રહેશે અને ત્યારબાદ રજિસ્ટ્રેશન થઈ શકશે.

કેવી રીતે મળે છે ડિપ્લોમાં એન્જિનયરિંગમાં પ્રવેશ?

ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે ધો.10ના ગણિત,અંગ્રેજી અને વિજ્ઞાાન સહિતના ત્રણ વિષયના માર્કસ ધ્યાને લેવામાં આવે છે અને જેના આધારે મેરિટ બને છે. આ વર્ષે ધોરણ 10નું કેટલા ટકા પરીણામ જાહેર થાય છે, તેના પર સમગ્ર પ્રવેશ પ્રક્રિયાનો આધાર છે.

મહત્વનું છે કે, ડિપ્લોમા એન્જિનિયિંગની 68 હજાર બેઠકો માટે પ્રવેશ માટે 107 સેલ્ફ ફાઈનાન્સ, 5 ગ્રાન્ટ રોડ અને 31 ગવરમેંન્ટ એન્જિનિયિંગ કોલેજો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. દર વર્ષે 25 હજાર જેટલી બેઠકો ખાલી રહે છે ત્યારે આ વર્ષે ધો.10માં વિદ્યાર્થીઓનો ઝુકાવ એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચ તરફ છે તે જોવાનું રહે છે.

આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો

આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV

આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો

આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ