Not Set/ વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં સેવાઓ પ્રદાન કરવા લાઇસન્સ મેળવવું પડશે

મોદી સરકાર દ્રારા બીજીવાર દેશની ધુરા સંભાળતાની સાથે સોશિયલ મીડિયા કંપનીઓ પર અગાઉથી ચાલ્યું આવતું દબાણ ચાલુ રાખવામા આવશે. સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી ડેટા લિકેજનાં કેસ સામે આવ્યા બાદ સરકાર દ્રારા કંપનીઓને ભારતીય યુઝર્સના ડાટા ભારતમાં જ સેઇફ ગાર્ડ કરવા માટે પહેલેથી જ દબાણ કરવામાં આવી રહ્યું હતુંં. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હેવ સરકાર દ્રારા સંબંધિત […]

Top Stories India World
whst fb twt inst વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં સેવાઓ પ્રદાન કરવા લાઇસન્સ મેળવવું પડશે

મોદી સરકાર દ્રારા બીજીવાર દેશની ધુરા સંભાળતાની સાથે સોશિયલ મીડિયા કંપનીઓ પર અગાઉથી ચાલ્યું આવતું દબાણ ચાલુ રાખવામા આવશે. સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી ડેટા લિકેજનાં કેસ સામે આવ્યા બાદ સરકાર દ્રારા કંપનીઓને ભારતીય યુઝર્સના ડાટા ભારતમાં જ સેઇફ ગાર્ડ કરવા માટે પહેલેથી જ દબાણ કરવામાં આવી રહ્યું હતુંં. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હેવ સરકાર દ્રારા સંબંધિત કાયદામાં ફેરફારો અને નવા કાયદા આવતા મહિને આવી રહ્યા છે, જેમાં આઇટી કંપનીઓમાં જરૂરી ફેરફાર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

જો આ કાયદો અસરકારક બને છે, તો બધી વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં તેમની સેવાઓ પ્રદાન કરવા માટે લાઇસન્સ મેળવવું પડશે. યુનાઇટેડ સ્ટેટ્સની ટ્રમ્પ સરકાર દ્વારા આ કાયદા ભારતમાં અમલી ન કરવા બારત સરકાર પર દબાણ કરવામાં આવ્યું હતું. જો કે, ભારતે સ્પષ્ટપણે યુનાઇટેડ સ્ટેટ્સને કહ્યું છે કે તે દેશ અને દેશવાસીઓની સુરક્ષા સંબંધિત બાબતોમાં સમાધાન કરશે નહીં.

આપને જણાવી દઇએ કે તાજેતરના દિવસોમાં ઈન્ડો-યુએસમાં જે મુદ્દાઓ ટકરાવનો વિષય હતા તેમા સોશિયલ મીડિયા કંપનીઓ પર પ્રતિબંધની માંગને હટાવવા ઉપરાંત ચીની IT કંપની હુવાવેને દેશમાં પ્રતિબંધીત કરવા મામલે પણ વાતચીતનો દોર ચાલી રહ્યો છે. જોકે ભારત સરકાર દ્રારા તમામ વિદેશી સોશિયલ મિડીયા કંપનીને ભારતીય યુઝર્સનાં ડેટા ભારતમાં સ્ટોર કરવાનું કહેણ આપવામાં આવ્યું હતુ, પરંતુ કંપની દ્રારા આ મામલે ઉદાસીન વલણ અપનાવતા ભારત સરકાર દ્રારા કાયદો અમલી કરવામા આવી રહ્યો છે. 

fb whatsapp twitter વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં સેવાઓ પ્રદાન કરવા લાઇસન્સ મેળવવું પડશે

ભારતીય સરકાર વિરુદ્ધ  વિદેશી  સોશિયલ મિડીયા કંપનીઓ……..

કેન્દ્ર સરકાર અને Whatsapp વચ્ચે છેલ્લા કેટલાક મહિનામાં એક ટકરાવ ચાલી રહ્યો છે. સરકાર આઇટી એક્ટમાં ફેરફાર કરવા માંગે છે.  અને તને મારફતે WhatsApp પર નફરત અને ધિક્કાર તેેમજ, નકલી ન્યૂઝને કાબૂમાં રાખવામાં મદદ રૂપ થશે તેવી દલીલ છે. આ માટે સરકાર દ્રારા Whatsapp પર ચાલતા સંદેશાને ટ્રૅક કરવાનો અધિકાર આપતો કાયદો અમલી કરવો છે. પરંતુ ફેસબુકની માલિકીની વોટસ કંપની તેના માટે તૈયાર નથી. કંપનીએ સરકારને કહ્યું છે કે તે વપરાશકર્તાઓની ગોપનીયતાની સાથે સમાધાન કરી શકતું નથી. આ કારણે, તે તેના માટે તૈયાર નથી.

ગૂગલે સરકાર પાસેથી આ તર્ક પર આધારિત ડેટા શેર કરવાનો ઇનકાર કર્યો છે. આ ઉપરાંત, સરકારને સામાન્ય ચૂંટણી પહેલાં પણ વિવાદ થયો હતો. જ્યારે સંસદીય સમિતિએ તેમને જમણેરી પાંખનાં એકાઉન્ટિંગ અને ગૃપ્ત સામગ્રીને જાણીને અવરોધિત કરવાનો આરોપ મૂક્યું. બાદમાં ટ્વીટરે ખાતરી આપી હતી કે તે આ બાબતની સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સમાન સંસદીય સમિતિ વર્તમાન સત્રમાં તેનો રિપોર્ટ સબમિટ કરી શકે છે, જે અભિપ્રાય સાથે સંમત થશે કે આ કંપનીઓની જવાબદારી પણ ભારતના કાયદા હેઠળ છે.

વોટસ્અપની અવેજીમાં આવશે કંઇક આવું…..

સોશિયલ મીડિયા કંપનીઓ સાથે આ વિવાદો વચ્ચે, ભારત પણ એક વિકલ્પ શોધી રહ્યો છે. સત્તાવાર કાર્ય અને ક્રિયાપ્રતિક્રિયા માટે પણ ફેસબુક, ટ્વિટર અને વૉટસનો ઉપયોગ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર વોટસ જેવી મ્યુચ્યુઅલ કમ્યુનિકેશન સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને સરકારી કાર્ય દરમિયાન તેનો ઉપયોગ કરી શકાય છે. આ પી.એમ.ઓ.ની સૂચનાઓ પર કરવામાં આવી રહ્યું છે. આ માટે, છેલ્લા અઠવાડિયે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરની બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ વિકલ્પો પર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.