આરોપ/ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે BCCI પર લગાવ્યા ગંભીર આરોપ,જાણો કેમ

ભજ્જીએ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ન બની શકવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

Top Stories Sports
HARBHAJAN ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે BCCI પર લગાવ્યા ગંભીર આરોપ,જાણો કેમ

ભારતના ભૂતપૂર્વ સ્પિનર ​​હરભજન સિંહે ગયા વર્ષે 24 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે ઘણી બાબતો પર પોતાનું મૌન તોડી રહ્યા છે. હાલમાં જ તેમણે ટીમમાં સામેલ ન થવાની વાત કરી હતી. હવે ભજ્જીએ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ન બની શકવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

 હરભજને કરિયર, વિવાદ અને કેપ્ટનશિપ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. જ્યારે કેપ્ટનશીપ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ભજ્જીએ કહ્યું- એવું નથી કે હું કેપ્ટન બનવા માટે યોગ્ય ન હતો પરતું  પરિચિતમાં એવી કોઈ વ્યક્તિ નહોતી કે જે બીસીસીઆઈમાં ઉચ્ચ હોદ્દા પર હોય. મારા કેપ્ટન બનવા પર બીસીસીઆઈ સાથે વાત કરી શકે અથવા મને સમર્થન આપનાર કોઈ નહોતું. જો આવી વ્યક્તિ હોત તો કદાચ હું પણ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હોત

ભજ્જીએ કહ્યું- જો તમે બોર્ડમાં મજબૂત સભ્યના ફેવરિટ ન હોવ તો તમને આટલું સન્માન ન મળી શકે, પરંતુ આપણે હવે તેના વિશે વાત ન કરવી જોઈએ. જો મને કેપ્ટન્સી મળી હોત તો મેં પણ મારું 100 ટકા આપ્યું હોત અને ટીમને આગળ વધારવામાં મદદ કરી હોત. એક ખેલાડી તરીકે મેં હંમેશા આ જ કર્યું છે.

જ્યારે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભજ્જીએ કહ્યું કે, મને ધોની સામે કોઈ ફરિયાદ નથી. અમે ઘણા વર્ષોથી સારા મિત્રો છીએ. મારી તત્કાલીન બીસીસીઆઈ સરકાર સામે ફરિયાદ છે. હું બોર્ડને સરકાર કહું છું. તે સમયના પસંદગીકારોએ તેમની ભૂમિકા સાથે ન્યાય કર્યો ન હતો. આ કારણે ટીમ એક થઈ શકી નથી.

જ્યારે હરભજનને પૂછવામાં આવ્યું કે શું પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેને ટીમમાં તમારી પસંદગી આપવામાં આવ્યા બાદ વિવાદ થયો હતો? જવાબમાં ભજ્જીએ કહ્યું- મને કુંબલે માટે ઘણું સન્માન છે.