Political/ કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખનું ભાજપમાંથી રાજીનામું, પક્ષપાતી વલણનો આક્ષેપ

કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સભા કરીને ગયાં અને મતદાન ને ગણતરીના કલાકો બાકી છે ત્યારે કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ

Gujarat
keshod rajinamu કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખનું ભાજપમાંથી રાજીનામું, પક્ષપાતી વલણનો આક્ષેપ

ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ@કેશોદ

કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સભા કરીને ગયાં અને મતદાન ગણતરીના કલાકો બાકી છે ત્યારે કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાએ ભાજપમાંથી રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કેશોદના પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા વર્ષ ૧૯૯૨ થી ભાજપામાં જોડાયેલા હતાં અને કેશોદ નગરપાલિકામાં બે ટર્મથી નગરપાલિકાનાં સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ છેલ્લાં અઢી વર્ષ સુધી કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ તરીકે શહેરમાં વિકાસકાર્યો પુર્ણ કર્યા હતા.

Sports / દેશની દોડપરી હિમાદાસને મળી પાંખ, સરકારે કરી પોલીસમાં DSP તરીકે નિયુક્તિ

keshod palika કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખનું ભાજપમાંથી રાજીનામું, પક્ષપાતી વલણનો આક્ષેપ

Flight / વિમાની મુસાફરો માટે સારા સમાચાર, સામાન વિના મુસાફરી સસ્તી, DGCAની જાહેરાત

કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ જણાવ્યું હતું કે છેલ્લાં અઢી માસથી શહેર ભાજપના સંગઠન દ્વારા શહેરના પ્રથમ નાગરિક હોવાં ઉપરાંત કેશોદ વેપારી મહામંડળનાં પ્રમુખ હોવાં છતાં માન સન્માન આપવાને બદલે સાઈડલાઈન કરવામાં આવતાં સંગઠનનાં માનસિક ત્રાસ વધી જતાં પોતાનાં આત્મસન્માન જાળવવા રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. કેશોદ નગરપાલિકા મત વિસ્તારના દરેક વોર્ડમાં ટિકિટ ફાળવણી કરવાથી નારાજગી હોવાનો આક્ષેપ કર્યો હતો. કેશોદ ભાજપના સંગઠન નાં જવાબદાર પ્રમુખ મહામંત્રી દ્વારા મનમાની ચલાવી પક્ષને નુકસાન થાય છે અને શહેર પ્રમુખ વિરૂદ્ધ એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યાં હતાં જે કેસ હજું પણ ચાલું છે.

keshod palika2 કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખનું ભાજપમાંથી રાજીનામું, પક્ષપાતી વલણનો આક્ષેપ

Gujarat / રાજ્યનાં 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, કોર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય

કેશોદના ધારાસભ્ય અને જીલ્લાનાં આગેવાનોને પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાએ ભાજપને અલવિદા કર્યાની કરી જાણ થી  હડકંપ મચી ગયો છે. કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ મતદારોને અપીલ કરી છે કે સારાં કામ કરી શકે એવાં વ્યક્તિઓને મત આપવાની અપીલ કરી છે. ભાજપાને અલવિદા કર્યા બાદ અન્ય રાજકીય પક્ષમાં ન જોડાવાનું જણાવી વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે ત્યારે ફરીથી ભાજપા માં સક્રિય થશે. કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાનાં ભાજપા પક્ષમાંથી રાજીનામું આપ્યાં પછીના પરિણામો આવનારાં દિવસોમાં ખબર પડશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…