Not Set/ ફ્રાન્સનાં PM જીન કાસ્ટેક્સ થયા કોરોના પોઝિટિવ, જાણો શું છે દેશના હાલ

જીન કાસ્ટેક્સમાં ચેપના કોઈ લક્ષણો છે કે કેમ તે અંગે અધિકારીઓએ કોઈ માહિતી આપી નથી. ઓફિસે કહ્યું કે જીન કાસ્ટેક્સ બેલ્જિયમથી પરત ફર્યા બાદ…

Top Stories World
જીન કાસ્ટેક્સ

ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સને સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. બેલ્જિયમના પ્રવાસેથી પરત ફર્યાના થોડા કલાકો બાદ જ તેને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે કાસ્ટેક્સ આગામી 10 દિવસ સુધી અલગ નિવાસસ્થાનમાં રહીને તેમનું કામ કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો :બલ્ગેરિયામાં બસમાં લાગી ભીષણ આગ, 45 લોકો જીવતા ભૂંજાયા

જીન કાસ્ટેક્સમાં ચેપના કોઈ લક્ષણો છે કે કેમ તે અંગે અધિકારીઓએ કોઈ માહિતી આપી નથી. ઓફિસે કહ્યું કે જીન કાસ્ટેક્સ બેલ્જિયમથી પરત ફર્યા બાદ તેમની એક પુત્રીને ચેપ લાગ્યો હતો, ત્યારબાદ જીન કાસ્ટેક્સના બે ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે સંક્રમિત હોવાનું જણાયું હતું.

બેલ્જિયમના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન ડી ક્રુએ સુરક્ષા વાટાઘાટો માટે ફ્રાન્સના વડા પ્રધાનને મળ્યા હતા. આ સ્થિતિમાં તેણે તરત જ તેની પ્રવૃત્તિઓ મર્યાદિત કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે ફ્રાન્સની 75 ટકા વસ્તીને રસી આપવામાં આવી છે. પરંતુ આ બધા પછી પણ તાજેતરના અઠવાડિયામાં સંક્ર્મણના કેસોમાં વધારો થયો છે. કોરોનાને કારણે મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો :પેરિસના ખેડૂતોનો વારસો બચાવવા સંઘર્ષ

જો કે, અહીં થોડી રાહત એ છે કે આ વખતે ગત વખતે જોવા મળેલી વાયરસ સંકટમાંથી થોડી રાહત મળી છે. છેલ્લી વખત કરતા ઓછા લોકો વાયરસનો શિકાર બની રહ્યા છે.

ફ્રાન્સમાં 75 ટકા જેટલી જનસંખ્યાનું વેક્સિનેશન થઈ ગયું છે. તે છતાં પણ હાલમાં સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે થતાં મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થનાર લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

યુરોપના પણ અનેક દેશોમાં કોરોનના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ જ કારણ છે કે યુરોપના પણ ઘણા દેશોમાં લોકડાઉન લગાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે યુરોપના અનેક દેશોમાં ઝડપી વેક્સિનેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : SPRમાંથી તેલ કાઢવા મજબુર અમેરિકા

ઓસ્ટ્રિયામાં લોકડાઉન લગાવવામાં આવ્યું ઓસ્ટ્રિયામાં સહિત યુરોપના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ કારણે ત્યાની આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ પર તેની અસર પડી રહી છે. આ તરફ ઓસ્ટ્રિયામાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયામાં 20 દિવસ સુધી લોકડાઉન રહેશે, જોકે 10 દિવસ બાદ તેનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે.

આ પણ વાંચો :અમેરિકામાં ક્રિસમસ પરેડમાં કાર ચઢી, અનેક લોકોના મોત થયા

આ પણ વાંચો : વધુ એક મુસિબતમાં પાકિસ્તાન PM ઈમરાન ખાન