Parashottam solanki/ કેશુબાપાથી લઈને ભુપેન્દ્ર પટેલ સુધીની સરકારમાં મંત્રીપદ પાક્કુ કરતા પરષોત્તમ સોલંકી

ગુજરાતમાં ભાજપની સરકાર અને સીએમ ગમે તે હોય પણ એક જણનું પ્રધાનપદ પાક્કુ જ હોય છે અને તે છ પરષોત્તમ સોલંકી. ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના આ કદાવર કોળી આગેવાન પરષોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Solanki કેશુબાપાથી લઈને ભુપેન્દ્ર પટેલ સુધીની સરકારમાં મંત્રીપદ પાક્કુ કરતા પરષોત્તમ સોલંકી
  •  સોલંકી કેશુબાપા, નરેન્દ્ર મોદી, આનંદીબેન, વિજય રૂપાણી પછી હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી
  • લગભગ સાત હજાર દિવસ સુધી તે મંત્રીપદ શોભાવી ચૂક્યા છે
  •  પરષોત્તમ સોલંકી પોતે ઇલેક્ટ્રિલ એન્જિનય અને શિવસેનામાં કાર્યકર તરીકે શરૂઆત કરી
  • ગુજરાતના રાજકારણમાં આપબળે પોતાની સત્તા જમાવનારા કોળી આગેવાન પરષોત્તમ સોલંકી

ગુજરાતમાં ભાજપની સરકાર અને સીએમ ગમે તે હોય પણ એક જણનું પ્રધાનપદ પાક્કુ જ હોય છે અને તે છ પરષોત્તમ સોલંકી. ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના આ કદાવર કોળી આગેવાન પરષોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં નવી ચૂંટાયેલી ભાજપની ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ કક્ષાના આઠ, રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા બે અને રાજ્યકક્ષાના છ પ્રધાનોએ શપથ લીધા છે.

પરષોત્તમ સોલંકી સોમવારે શપથવિધિ કરવાની સાથે ગુજરાતના સૌથી લાંબી મુદતના મંત્રી બની ગયા છે. સોલંકી કેશુભાઈના મંત્રીમંડળમાં 1,131 દિવસ, નરેન્દ્ર મોદીના પહેલા, બીજા અને ત્રીજા મંત્રીમંડળમાં 432, 876 અને 1828 દિવસ સુધી મંત્રા રહ્યા હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેના પહેલા પણ તે 512 દિવસ તેમના મંત્રીમંડળમાં રહ્યા હતા. આનંદીબેન અને વિજય રૂપાણીના કાર્યકાળને ધ્યાનમાં લઈએ તો સાત હજાર દિવસ સુધી તે મંત્રીપદ સંભાળી ચૂક્યા છે.

ઇલેક્ટ્રિલ એન્જિનિયર હોવા છતાં પણ સોલંકીને રાજકારણમાં રસ હતો. તેમણે શિવસેનાના કાર્યકર તરીકે પ્રારંભ કર્યો હતો. 1990ના દાયકામાં તે ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા હતા. સોલંકીએ પહેલી વખત 1996માં લોકસભા ચૂંટણી અપક્ષ લડી તી. તેના પછી તે સતત 1995થી ચૂંટણી લડીને જીતતા આવ્યા છે. ભાજપે 1998ની ચૂંટણીમાં સોલંકીને ઘોઘા બેઠક પરથી ટિકિટ આપી હતી. 2007માં પણ તે ઘોઘાથી જીત્યા હતા. નવા સીમાંકનના લીધે 2012માં ઘોઘા બેઠક નાબૂદ થતાં સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી લડ્યા હતા.

સૌરાષ્ટ્રના આ કોળી નેતાએ પોતાની વ્યક્તિગત તાકાત પર ગુજરાતના રાજકારણમાં પોતાની જગ્યા બનાવી છે. સૌથી વધુ મંત્રીપદ સંભાળનારા ગુજરાતના આ નેતાએ ફરી એકવખત મંત્રીપદના શપથ લઈને ગુજરાતમાં પોતાનું કદ બતાવી દીધું છે.

આ પણ વાંચોઃ

CM Bhupendra Patel/ ભુપેન્દ્ર પટેલની સરકારમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દબદબો

શપથવિધિ/ સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારની શપથવિધિઃ 17 મંત્રીઓના વિધિવત્ શપથ