ગુજરાત/ આજથી રાજયમાં સુશાસન સપ્તાહની ઉજવણીનો આરંભ,જન કલ્યાણના કાર્યો યોજાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી સુશાસન સપ્તાહનો આરંભ કરાવ્યો હતો.માં તેઓએ નવા જન સંપર્ક એકમ સ્વાગત કક્ષનો શુભારંભ, ઈ-સરકારનોશૂભારંભ, સોગંધનામા સંબંધી નવી નીતિની જાહેરાત અને બેસ્ટ પ્રેકિટસીસ કમ્પેડાયમનું વિમોચન કર્યું હતુ.

Gujarat
Untitled 74 આજથી રાજયમાં સુશાસન સપ્તાહની ઉજવણીનો આરંભ,જન કલ્યાણના કાર્યો યોજાશે

આજે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના શુભ અવસરથી ગુજરાત સરકાર દ્વારા આજથી 31મી સુધી શુસાશન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે જેમાં જિલ્લા કક્ષાએ વિવિધ જન કલ્યાણના કાર્યો યોજાશે.  જેમાં 31મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી કરીને પૂર્ણાહુતી કરવામાં આવશેમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી સુશાસન સપ્તાહનો આરંભ કરાવ્યો હતો. જેમાં તેઓએ નવા જન સંપર્ક એકમ સ્વાગત કક્ષનો શુભારંભ, ઈ-સરકારનોશૂભારંભ, સોગંધનામા સંબંધી નવી નીતિની જાહેરાત અને બેસ્ટ પ્રેકિટસીસ કમ્પેડાયમનું વિમોચન કર્યું હતુ.

મહત્વનુ છે કે  જેમાં આવતીકાલે 26મીના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન, વેન્ડર સર્ટિફીકેટ ડિસ્ટ્રીબ્યુશન, વ્યકિતગત આવાસ માટે બાંધકામના હપ્તાની ચૂકવણી, 200 વિકાસ કામો પૈકી 75 કામોનું ભૂમીપૂજન, 125 કામોનું લોકાર્પણ ચાર નવા પોર્ટલનો શૂભારંભ કરવામાં આવશે.27મીના રોજ આરોગ્ય વિભાગ દ્વારા વેકિસનેશન ડ્રાઈવ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડનું વિતરણ કરવામાં  આવશે .

આ પણ વાંચો:Political / સંજય રાઉતે ભૂતપૂર્વ PM ની નેહરુ સાથે કરી સરખામણી, કર્યો PM મોદી પર કટાક્ષ

આ ઉપરાંત 28મીએ કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બેસ્ટ ફાર્મીંગ પ્રેકટીસીસનું નિદર્શન, કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ વિભાગના લાભો સહાયનું વિતરણ, કેટલ કેમ્પ અને વેકિસનેશન 29મીના રોજ સામાજીક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા વિધવા, વૃધ્ધ, અને અન્ય સહાયનું વિતરણ, વૃધ્ધાશ્રમ, નારી સંરક્ષણ ગૃહો, બાળ સંભાળ ગૃહોની મૂલાકાત, સ્વચ્છતા અભિયાન, દિવ્યાંગ પ્રમાણપત્રોનું વિતરણ, કોર્પોરેશન દ્વારા સંચાલન લોનની મંજૂરી, વન અધિકાર અધિનિયમ અંતર્ગત સનદ વિતરણ તથા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત, 30મીના રોજ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગ દ્વારા રોજગાર નિમણુંક પત્રો, એપ્રેન્ટીસશીપ કરારપત્રો એનાયત કરાશે. બેસ્ટ પ્રેકિટસીસ અને તાલુકા કક્ષાએ ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

31મી ડિસેમ્બરના રોજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 15માં નાણાપંચ અન્વયે કામોની મંજૂરી, ગ્રામ્ય કક્ષાએ સફાઈ અભિયાન, પ્રધાન મંત્રી આવાસ યોજના નું લોકાર્પણ, ગ્રામસભાઓ, નવા પંચાયત ઘરોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ ગુડ ગર્વનન્સ અને ડિઝીટલ સેવાઓનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચો;ઓમિક્રોનનો ફફડાટ / આ 12 રાજ્યોમાં ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીઓ પર મુકાયો પ્રતિબંધ….