વડોદરા/ સોખડા મંદિરમાં ગાદીપતિનો વિવાદ ચરમસીમાં એ પહોંચ્યો, મંદિર પરિસદમાં પોલીસ બંદોબસ્ત

હરિધામ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીના ભક્તોનું શક્તિપ્રદર્શન પણ થશે. જોકે પોલીસે ભજન કીર્તનનો કાર્યક્રમ ઓનલાઇન યોજવા સૂચના આપી છે.

Gujarat Vadodara
ગાદીપતિનો વિવાદ
  • સોખડા મંદિરનો ગાદીપતિનો વિવાદ
  • મંદિર પરિસદમાં પોલીસ બંદોબસ્ત
  • પ્રેમ સ્વરૂપ સ્વામીનો ભજન કીર્તનનો કાર્યક્રમ
  • તાલુકા પોલીસને હરિભક્તોએ આપી અરજી

સોખડા સ્વામિનારાયણ મંદિરનો ગાદીપતિનો વિવાદ ચરણસીમાં એ પહોંચ્યો છે.મંદિર પરિસદમાં પોલીસ બંદોબસ્ત મુકવાની પણ ફરજ પડી છે. મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીએ ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો છે. આ ભજન કીર્તનના કાર્યક્રમમાં દરેક ભક્તને પ્રવેશ મળે તેવી અરજી તાલુકા પોલીસને પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ આપી છે.હરિધામ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીના ભક્તોનું શક્તિપ્રદર્શન પણ થશે. જોકે પોલીસે ભજન કીર્તનનો કાર્યક્રમ ઓનલાઇન યોજવા સૂચના આપી છે.

આજે મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીએ ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો છે આ ભજન કીર્તનના કાર્યક્રમમાં દરેક ભક્તને પ્રવેશ મળે તેવી અરજી તાલુકા પોલીસને પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ આપી છે હરિધામ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીના ભક્તોનું શક્તિપ્રદર્શન પણ થશે જોકે પોલીસે ભજન કીર્તનનો કાર્યક્રમ ઓનલાઇન યોજવા સૂચના આપી છે સાથે મંદિર પરિસદ માં પોલીસ બનૉબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

શું છે સોખડા ગાદીનો વિવાદ ?

સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ થઇ રહી છે. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ ગાદી ખાલી પડી હતી. પ્રબોધ સ્વામી ગ્રુપના સંતોને મંદિરના સફાઇ સેવક બનાવી દીધા છે. વહીવટ પર પ્રેમસ્વરૂપ સ્વામી જૂથનું શાસન છે. જેને લઇને હવે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના ગ્રુપમાં ખેંચતાણ ચાલી રહી છે. યોગી ડિવાઇન સોસાયટી હોદ્દેદારો પણ મામલો ઉકેલવામાં અસમર્થ રહ્યા. ગાદી મેળવવાનો ખેલ મંદિર ટ્રસ્ટની કરોડોની સંપત્તિ જવાબદાર છે. દેશ-વિદેશના હરિભક્તોના દાનથી સોખડા મંદિરનું નિર્માણ થયું છે. સંતોના બે જૂથની જેમ હરિભક્તો પણ બે જૂથમાં વહેંચાયા છે. સોખડા ગાદીનો ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે. હરિપ્રસાદ સ્વામીની હયાતીમાં મંદિરના પગથીયા ઘસતા નેતાઓએ પણ રસ્તો બદલ્યો. એકપણ નેતા વિવાદ ઉકેલવામાં નથી લઈ રહ્યાં રસ. ગાદી મેળવવા 2 જૂથના શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. વેબસાઇટ પરથી પ્રબોધ સ્વામીની તસવીરો હટાવી લેવાઇ છે. તો સુરત પાસે સંમેલનમાં 136 ઘર મંદિરમાં પ્રબોધ સ્વામીની મૂર્તિ મુકાશે.

આ પણ વાંચો : જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો મેદાનમાં, કાળી પટ્ટી પહેરીને મનાવ્યો બ્લેક ડે

આ પણ વાંચો :રાહુલ ગાંધી 6 એપ્રિલે આવશે ગુજરાતના પ્રવાસે, ગાંધી સંદેશ યાત્રાનો કરાવશે આરંભ

આ પણ વાંચો :વેરાવળમાં ગેરકાયદે બાંધકામનું રિપોર્ટિંગ કરનાર પત્રકાર ઉપર બિલ્ડરે કર્યો હુમલો

આ પણ વાંચો :વહેલી ચૂંટણીના દેખાતા સ્પષ્ટ સંકેતો