Not Set/ ગાંધીનગર: ખેડૂત મહાસંમેલનમાં શાંતિ જાળવવા પોલીસ બંધોબસ્ત તૈનાત કરાયો

  ગાંધીનગર. ગાંધીનગરમાં આવતીકાલે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત મહાસંમેલન અને વિધાનસભા ઘેરાવનાં કાર્યક્રમની જાહેરાતનાં પગલે પોલીસ એકશનમાં આવી ગઈ છે. આજથી જ સત્યગ્રાહ છાવણી અને વિધાનસભા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો પોલીસ બંધોબસ્તની વાત કરવામાં આવે તો 2000 કરતા વધુ પોલીસ જવાનોને અલગ અલગ જગ્યાઓએ તૈનાત કરવામાં આવ્યા છે. આ બંધોબસ્તમાં એસારપીની […]

Top Stories
ddgglkgtkjdtglkjfgtlk ગાંધીનગર: ખેડૂત મહાસંમેલનમાં શાંતિ જાળવવા પોલીસ બંધોબસ્ત તૈનાત કરાયો

 

ગાંધીનગર.
ગાંધીનગરમાં આવતીકાલે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત મહાસંમેલન અને વિધાનસભા ઘેરાવનાં કાર્યક્રમની જાહેરાતનાં પગલે પોલીસ એકશનમાં આવી ગઈ છે. આજથી જ સત્યગ્રાહ છાવણી અને વિધાનસભા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જો પોલીસ બંધોબસ્તની વાત કરવામાં આવે તો 2000 કરતા વધુ પોલીસ જવાનોને અલગ અલગ જગ્યાઓએ તૈનાત કરવામાં આવ્યા છે. આ બંધોબસ્તમાં એસારપીની ટુકડીઓ, 200 જેટલા બેરીકેટને સંદિગ્ધ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિકને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા ડિટેઇન કરી લઈ જવા માટે 50 જેટલા વાહનોનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિ વધુ વણસે તો પાણીનો મારો ચલાવવાનાં ટેન્કર અત્યારથી જ સત્યગ્રાહ છાવણી ખાતે સ્ટેન્ડ બાય કરી દેવાયા છે.

આજે ગાંધીનગર એસપી મયંક ચાવડાએ કહ્યું હતું કે,

rgkkkjhg ગાંધીનગર: ખેડૂત મહાસંમેલનમાં શાંતિ જાળવવા પોલીસ બંધોબસ્ત તૈનાત કરાયો
Gandhinagar SP Mayank Chavda

ખેડૂત મહાસમેલનમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સભા બંદોબસ્તની તૈયારીઓનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ત્યારી કરી હતી. ટ્રાફિક ન થાય તે માટે પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સભા શાંતિથી થાય અને ટ્રાફિક વ્યવસ્થા શાંતિથી થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસે વિધાનસભા ઘેરાવની જાહેરાત કરી છે. તે મુદ્દે એસપી મયંક ચાવડા કહ્યું હતું કે, વિધાનસભા ઘેરાવની કોઈ સૂચના ધ્યાનમાં આવી નથી અને જો વિધાનસભા ઘેરાવની વાત હશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કાલની પ્રક્રિયા જોઈને ગાંધીનગર ખાતે જે પોલીસ જોડે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેં બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ કરવામાં આવશે.