Video/ સામાજિક પ્રથા જાળવી ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં આપ્યું ભાષણ, જુઓ

ગેનીબેન ઠાકોરનું સાસરું હોવાથી ઘૂંઘટ નાખ્યો હોવાનું ભાષણમાં બોલ્યાં છે. ગેનીબેને ઘૂંઘટ રાખીને વડીલો તેમજ સામજની સામાજિક પ્રજા જાળવી રાખી છે.

Gujarat Others
ધારાસભ્ય ગેનીબેન

વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે. ઘૂંઘટ માં ગેનીબેન ભાષણ આપતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગેનીબેન ઠાકોરનું સાસરું હોવાથી ઘૂંઘટ નાખ્યો હોવાનું ભાષણમાં બોલ્યાં છે. ગેનીબેને ઘૂંઘટ રાખીને વડીલો તેમજ સામજની સામાજિક પ્રજા જાળવી રાખી છે.

આ પણ વાંચો :ગુજરાતનો પોલીસ અધિકારી હત્યા બાદ પણ બનશે ઉપયોગી, પોતાના અંગોના દાનથી 11 લોકોને જીવનદાન

સામાન્ય રીતે અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો સામાજિક રીતરિવાજ અને પરંપરાને આજે પણ એટલું જ મહત્વ આપે છે. દિયોદર તાલુકાના કોતરવાડા ગામે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હસ્તે લાઇબ્રેરીનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કોતરવાડા ગામ ગેનીબેન ઠાકોરની સાસરી હોવાથી કાર્યક્રમની સાથે સાથે વડીલોની મર્યાદા અને પરંપરા પણ ધારાસભ્યએ જાળવી હતી.

આ પણ વાંચો :લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત, દાદા,દાદી સહિત 6 વર્ષની પૌત્રીનું મોત

ગેનીબેન ઠાકોરે પોતાના સાસરિયા કોતરવાડામાં ઘૂંઘટમાં ભાષણ આપ્યું હતું તેવું પ્રથમ વખત બન્યું નથી. આ પહેલા 2018માં પણ તેમને કોતરવાડામાં ઘૂંઘટમાં ભાષણ આપ્યું હતું. 2018માં ગેનીબેન ઠાકોર દિયોદરના કોતરવાડા ખાતે એક નવી બનેલી હોટલના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યાં હતાં. અહીં પ્રાસંગિક ભાષણ આપતી વખતે તેમણે ઘૂંઘટ કાઢી રાખ્યો હતો. આ બાબતને લઇને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ટીકા થઈ હતી.

આ પણ વાંચો :જાણો, સુરતના કયા વિસ્તારમાં એક જ પરિવારના 5 સભ્યોને થયો કોરોના

આ પણ વાંચો :ગુજરાતમાં વધતો ઠંડીનો ચમકારો, જાણો કયા કેટલું નોંધાયું તાપમાન