સુરેન્દ્રનગર/ વઢવાણ નગરપાલિકાની મળી જનરલ બોર્ડ મિટિંગ, રિવરફ્રન્ટના નવા રસ્તાના નામકારણને લઈ પસાર કરાયો ઠરાવ

નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ એવું કહ્યું કે નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાના દિકરા કુણાલ ભાઈ પંડ્યાનું…

Gujarat Others
a 24 વઢવાણ નગરપાલિકાની મળી જનરલ બોર્ડ મિટિંગ, રિવરફ્રન્ટના નવા રસ્તાના નામકારણને લઈ પસાર કરાયો ઠરાવ

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા ના સભાખંડમાં શનિવારે  નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્ર ભાઈ આચાર્ય , ઉપપ્રમુખ ઝંખનાબેન ચાપાનેરી , કારોબારી ચેરમેન મનહર સિંહ રાણા, ચીફ ઓફિસર, સંજય પંડ્યા, એન્જિનિયર હેરમાં તેમજ તમામ કમિટીના ચેરમેન તથા ચૂંટાયેલા સદસ્યોની અધ્યક્ષતામાં જનરલ બોર્ડ રાખવામાં આવેલુ હતું જનરલ બોર્ડ શરૂ થાય એ પહેલા નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ એવું કહ્યું કે નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાના દિકરા કુણાલ ભાઈ પંડ્યાનું ડેન્ગ્યુના કારણે અવસાન થયું હતું.

આ પણ વાંચો :આર્મી કેમ્પમાં સુવર્ણ વિજય વર્ષ વિજય જ્યોત સમારોહ

એમના આત્માને શાંતિ માટે આજે આપણે બે મિનિટ મૌન પાળવાનું છે જેથી મૌન પાળવામાં આવ્યું હતું એ પછી સાંજના છ વાગે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના બે કર્મચારી ભાઈ વય મર્યાદાના કારણે નિવૃત્ત  થતા હોય જેથી તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.

આ બે સારા પ્રમાણિક  કર્મચારી છે (1) નિલેશભાઈ દવે અને (2) કે,જે જાદવ આ બંને નિવૃત્ત કર્મચારી ને મોમેન્ટો અને ગિફ્ટ આપીને આ બંને કર્મચારીઓને તેમની નગરપાલિકા પ્રત્યેની વફાદારી ને બિરદાવી હતી. તેમજ  નવા રિવરફ્રન્ટ રસ્તા ને પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલિયાના નામકરણ માટે સર્વ સંમતિ સધાઇ ને ઠરાવ પસાર કરાયો.

આ પણ વાંચો : આ બ્રિજ સાત ઓગસ્ટ સુધી રહેશે બંધ , જાણીલો તમે પણ

આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્ર ભાઈ આચાર્ય, સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન જયાબેન ભાવિન ભાઈ કઠીયા, ચીફ ઓફિસરસંજય પંડ્યા, એન્જિનિયર હેરમાં નગરપાલિકા શરાફી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તમામ કર્મચારીઓ   ઉપસ્થિત રહ્યા  હતા.

આ પણ વાંચો :કેશોદના હરસુખભાઈ ડોબરીયાની પક્ષીઓ પ્રત્યે અનોખી મિત્રતા

આ પણ વાંચો :મોરબી પોલીસે કરોડો રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો