covaxin/ જર્મનીએ ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી આપી, મુસાફરી કરી રહેલા લાખો લોકોને મળશે મોટી રાહત

ભારતમાં તૈયાર કરાયેલ ભારત બાયોટેકની કોરોના રસી, કોવેક્સીનને જર્મનીએ મંજૂરી આપી છે. આ મંજૂરીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. જે બાદ હવે જર્મની જનારા તમામ લોકોને મોટી રાહત મળવાની છે.

Top Stories India
Covaxin

ભારતમાં તૈયાર કરાયેલ ભારત બાયોટેકની કોરોના રસી, કોવેક્સીનને જર્મનીએ મંજૂરી આપી છે. આ મંજૂરીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. જે બાદ હવે જર્મની જનારા તમામ લોકોને મોટી રાહત મળવાની છે. પ્રવાસી ભારતીયોએ હવે 1 જૂનથી રસીકરણ પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. આ મંજુરી કોવેક્સીનને મુસાફરી માટે આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, કોઈપણ વેક્સીન જેને કોઈ દેશ મંજૂરી નથી આપતું, તેને લગાવનારા પ્રવાસીઓએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. જેમાં કોવિડ રસીકરણ પ્રમાણપત્ર, કોરોના ટેસ્ટ, ક્વોરેન્ટાઇન જેવા નિયમો સામેલ છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જર્મનીમાં કોવેક્સીન લેતા લોકોને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ હવે મંજૂરી મળ્યા બાદ લોકો માટે મોટી રાહત છે.

અમેરિકામાં ક્લિનિકલ ટ્રાયલ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો
અગાઉ, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ભારત બાયોટેકની કોવિડ-19 રસી ‘કોવેક્સિન’ના ત્રણ ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. યુએસ અને કેનેડામાં આ રસી માટે ભારત બાયોટેકના ભાગીદાર ઓકુજેન ઇન્ક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે ખૂબ જ ખુશ છીએ કે અમે કોવેક્સીન માટે અમારા ક્લિનિકલ ટ્રાયલ સાથે આગળ વધી શકીએ છીએ. અમારું માનવું છે કે વધારાની, વિવિધ પ્રકારની રસી પ્રદાન કરવાની જરૂરિયાત પ્રાથમિકતા રહે છે.

એપ્રિલમાં ટ્રાયલ અટકાવવાનો FDAનો નિર્ણય યુએસ કંપનીના ટ્રાયલમાં સામેલ લોકોને રસીના ડોઝના સપ્લાયમાં અસ્થાયી રૂપે સ્વૈચ્છિક રીતે રોક લગાવવાના નિર્ણય પર આધારિત હતો. ભારતમાં રસીના ઉત્પાદન એકમો પર વિશ્વ આરોગ્ય સંસ્થાની ટિપ્પણીઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:હવાઈ મુસાફરી શરૂ થશે, તાલિબાને એરપોર્ટ ચલાવવા માટે UAE સાથે કરાર કર્યા