Not Set/ અમરેલીમાં દીવાલ પડતાં બાળકીનું મોત, ત્રણ લોકો ઇજાગ્રસ્ત

૬૦કિમીની સ્પીડથી પણ વધારે ગતિએ ફૂકાયેલા પવનને કારણે અમરેલી જિલ્લાના રાજુલાના તવક્કલ નગરમાં મકાનની દીવાલ ધરાશાય થઈ ગઈ હતી. જેમાં ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને આસપાસના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.     ઉલ્લેખનીય છે કે , રાજ્યમાં વાવાઝોડાને […]

Gujarat
petrol 61 અમરેલીમાં દીવાલ પડતાં બાળકીનું મોત, ત્રણ લોકો ઇજાગ્રસ્ત

૬૦કિમીની સ્પીડથી પણ વધારે ગતિએ ફૂકાયેલા પવનને કારણે અમરેલી જિલ્લાના રાજુલાના તવક્કલ નગરમાં મકાનની દીવાલ ધરાશાય થઈ ગઈ હતી. જેમાં ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને આસપાસના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

 

 

ઉલ્લેખનીય છે કે , રાજ્યમાં વાવાઝોડાને કારણે ૩૫૦થી પણ વધારે વૃક્ષો ધરાશાય થયાના બનાવો બન્યા હતા. આ સિવાય અડધા થી પણ વધારે રાજ્યના ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. પતરા વાળા મકાનમાં રહેતા લોકોને વધુ મુશ્કેલીઓ નડી હતી.

 

જોકે હજી પણ ગુજરાતની ઉપર વાવાઝોડાની અસર મંડરાઇ રહી છે, હજી પણ તેનો ખોફ એટલોજ યથાવત હોવાથી લોકોને આગામી ૨૪ કલાક સુધી એલર્ટ રહેવાનો આદેશ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યો છે.