Not Set/ ગીરસોમનાથ/ રહેણાંક વિસ્તારમાં દિપડી ચઢી આવતાં લોકોમાં ભયનો માહોલ

 રહેણાંક વિસ્તારમાં દિપડીએ દેખા દેતા લોકોમાં ફફડાટ વન વિભાગ દ્વારા દીપડીનુ રેસ્કયુ હાથ ધર્યુ  રાત્રીનાં સમયે આ દિપડી પાંજરે કેદ  દિપડીને પાંજરે કેદ થતા લોકોમાં રાહત કોડીનાર પંથકનાં જમનવાડા ગામે દિપડી ચઢી આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.  જોકે વન વિભાગે પાંજરૂ મુકી આ દિપડીને પાંજરે કેદ કરતાં લોકોમાં રાહત પ્રસરી છે.  રહેણાંકી […]

Gujarat Others
દીપડો ગીરસોમનાથ/ રહેણાંક વિસ્તારમાં દિપડી ચઢી આવતાં લોકોમાં ભયનો માહોલ

 રહેણાંક વિસ્તારમાં દિપડીએ દેખા દેતા લોકોમાં ફફડાટ

વન વિભાગ દ્વારા દીપડીનુ રેસ્કયુ હાથ ધર્યુ

 રાત્રીનાં સમયે આ દિપડી પાંજરે કેદ

 દિપડીને પાંજરે કેદ થતા લોકોમાં રાહત

કોડીનાર પંથકનાં જમનવાડા ગામે દિપડી ચઢી આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.  જોકે વન વિભાગે પાંજરૂ મુકી આ દિપડીને પાંજરે કેદ કરતાં લોકોમાં રાહત પ્રસરી છે.  રહેણાંકી મકાન પાસે દિપડી ચઢી આવી હતી. અને પશુનું મારણ કર્યુ હતું.  જેથી લોકોએ વન વિભાગને જાણ કરતાં ફોરેસ્ટર આઇ. એમ. પઠાણ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. અને દીપડીને પકડવા માટે પાંજરું મુક્યું હતું.

મોદી રાત્રે આ દિપડી પાંજરા માં  કેદ થઇ ગઇ હતી.  અને જામવાડા એનિમલ કેર ખાતે ખસેડવામાં આવી હતી. સાથે સાથે કોડીનારના માલગામ-પાંચ પીપળવા ગામનાં વાડી વિસ્તાર માંથી એક દીપડી અને 3 બચ્ચાં વન વિભાગના પાંજરે પુરાયા. એક મહિના પહેલા આ વિસ્તારમાં દીપડાના માનવ પર ગંભીર હુમલાના બનાવ બાદ વન વિભાગે અહીં પાંજરાઓ ગોઠવ્યા હતા. અહીંના નીતિનભાઈ લક્ષમણ ભાઈ મોરીની વાડીએથી 5 થી 7 વર્ષની દીપડી અને 3 બચ્ચાં પાંજરે પુરાયા હતા. આ દીપડી અને તેના બચ્ચાંને પણ જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.