Not Set/ વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ અને ખાધ વિક્રમી સપાટીએ ?

ભારતને ખાંડની નિકાસ વધારી સંકટ મોચક બનવાની તક પણ ઘર આંગણે ભાવો વધવા શરૂ થયા છે તેનું શું ?

Trending Business
tech 14 વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ અને ખાધ વિક્રમી સપાટીએ ?

શેર બજાર ૬૧૦૦૦ની વિક્રમી સપાટીએ ઉછળીને રોજ આખલાની છલાંગ અખબારોની હેડલાઈન બની રહી છે. નીફટી ઉછળે છે તો આઈ.એમ.એફ. ભારતના અર્થતંત્રની સુધરતી સ્થિતિના સ્પષ્ટ સંકેત આપે છે. ફુગાવો આંકડામાં ઘટે છે પણ બજારમાં ખરીદવા જનારા ગ્રાહકોને કશું સસ્તુ મળતું નથી. જ્યારે રૂપિયો ડોલર સામે સતત ગગડી રહ્યો છે. અને પેટ્રોલ ડિઝલના ભાવ વધારા માટે વધુ એક બહાનું ઓઈલ કંપનીઓને મળી રહ્યું છે. શેર બજારમાં તેજી આવકાર્ય ઘટના કહેવાય પણ તેની સાથે ધનધાન્ય બજાર પણ ઉછળે તે આમ આદમી માટે ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ તેવી સ્થિતિનું નિર્માણ કરનારી સ્થિતિ અવશ્ય કહી શકાય. જ્યારે વૈશ્વિક બજારમાં પણ ખાંડમાં તેજી છે. જાણકારો નોંધે છે તે પ્રમાણે ફુડ નેચરલ ગેસમાં તેજી અને ઈથેનોલની બજારમાં પણ આજ હાલ હોવાના કારણે ખાંડના ભાવ સાડા ચાર વર્ષની સપાટીએ પહોંચી ગયા છે. વૈશ્વિક બજારમાં ખાંડના વધેલા ભાવ અંગે વિશ્વના સૌથી મોટા ગણાતા અને ખાંડ જેવું જ નામ ધરાવતા એલ્વીન સુગર કહે છે કે આગામી દિવસોમાં ખાંડની ડિમાન્ડ વધી રહી છે તેની ઉત્પાદન કિંમત પણ વધી રહી છે. જ્યારે ખાંડના મુખ્ય મથક ગણાતા બ્રાઝીલ સહિતના દેશોમાં ખાંડનો વપરાશ વધ્યો છે અને અમેરિકા કેનેડા સહિત સાત જેટલા દેશોમાં તેજીનો માહોલ છે.

jio next 5 વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ અને ખાધ વિક્રમી સપાટીએ ?

જ્યારે એક એવી વાત આવી છે કે વિશ્વના મોટા ભાગના દેશોમાં ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે. માંગ વધી છે અને તેના કારમે ભારત દ્વારા થતી ખાંડની નિકાસ પણ વધી છે. ખાંડની નિકાસમાં વધારો થાય અને સરકાર વિદેશી હુંડિયામણનું વધુ ભંડોળ ઉભુ કરી શકે તે માટે ભારત સરકારે પણ ખાંડની નિકાસમાં વધારો થાય અને ઘણા જાણકારોએ તો ખાંડની નિકાસ કરનારાઓને સબસીડી રૂપી રાહત આપવાની પણ વિચારણા થઈ રહી છે. બ્રાઝીલ સહિતના દેશોમાં માર્ચ – એપ્રિલ સુધી ખાંડની મુશ્કેલી રહે તેમ છે. જ્યારે ભારતમાં છેલ્લા બે વર્ષમાં શેરડીનું વાવેતર અને ઉત્પાદન બન્ને બમણું થયું છે. મહારાષ્ટ્ર સહિતના દેશના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાંડની ફેક્ટરીઓ અવિરત ઉત્પાદન વધારી રહી છે. સરકારે ઉત્તર પ્રદેશ સહિતના શેરડી ઉત્પાદકોને ટેકાના ભાવ વધારી દીધા છે તો બીજી બાજુ ખાંડના ઉત્પાદકો માટે પણ રાહત આપતી નીતિ ઘટાડવામાં આવી રહી છે. ભારત આ રીતે ખાંડનું ઉત્પાદન વધારીને તેમજ વધુમાં વધુ ખાંડનો જથ્થો અન્ય દેશોને મોકલી આદેશો માટે ભારત કમસે કમ ખાંડના મોરચે તો સંકટ મોચક જેવી ભૂમિકા ભજવી શકે તેમ છે. બ્રાઝીલના મોટા ખાંડના વેપારીઓ કહે છે કે ભારતની ખાંડ વિના ખાંડની વૈશ્વિક ખાધ પુરવી મુશ્કેલ છે. અગાઉ જણાવી ગયા તે પ્રમાણે છેક માર્ચ અને એપ્રિલ સુધી આજ પ્રકારની સ્થિતિ રહેવાની છે.

sugar cane વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ અને ખાધ વિક્રમી સપાટીએ ?
આ અંગે બ્રાઝીલના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે બ્રાઝીલમાં શેરડીનો પાક ૫૩૦૦ લાખ ટનનો થવાની શક્યતા છે અને ખાંડનું ઉત્પાદન ૩૨૦ થી ૩૨૫ લાખ ટન થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત હવામાનની સ્થિતિ એવો સ્પષ્ટ સંકેત આપે છે કે બ્રાઝીલ સહિતના જે ખાંડ ઉત્પાદક દેશો છે ત્યાં સતત બીજા વર્ષે પણ ખાંડનું ઉત્પાદન અગાઉના વર્ષો કરતા ઘણું ઓછું રહેવાની ધારણા છે.

sugar 1 વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ અને ખાધ વિક્રમી સપાટીએ ?
જ્યારે ૨૦૨૧-૨૨માં વૈશ્વિક ખાંડની ખાધ સરેરાશ ૬૦ લાખ ટન રહે અને ખાંડનો વૈશ્વિક વપરાશ પણ અગાઉના વર્ષોના પ્રમાણમાં ૧૨ ટકા જેટલો તો વધવાનો જ છે. આ સંજાેગોમાં ખાંડની ખાધ પણ વધરવાની જ છે. અગાઉના વર્ષો ખાંડમાં વપરાશ ૦.૭ ટકા વધ્યો હતો જ્યારે આ વર્ષે ખાંડમાં વપરાશનું પ્રમાણ સતત વધતું જ રહે તેવી શક્યતા નકારી કઢાતી નથી.

sugar વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ અને ખાધ વિક્રમી સપાટીએ ?
આના કારણે ચોતરફ તેજીનો માહોલ છે. હવે ઉપર જણાવી ગયા અને અત્યારે સરકાર સ્તરે વિચારણા ચાલે છે તે પ્રમાણે જાે નિકાસ માટે ખાસ સબસીડી આપવાની જાહેરાત થાય તો ખાંડનો નિકાસ વ્યાપાર પણ વિક્રમ સર્જક સપાટીને આંબી શકે છે. અત્યારે ભારતમાં ખાંડના ભાવ છે તેમાં વધારો થવાની શક્યતા પણ જાણકારો જાેઈ રહ્યા છે. ભારતમાં મગફળીના ઉત્પાદન વૃધ્ધીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. શેરડીના ઉત્પાદનનું ચિત્ર પણ આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થવાની ધારણા છે ઉત્તર પ્રદેશએ ભારતનું સૌથી મોટુ શેરડી ઉત્પાદક રાજ્ય ગણાય છે જ્યારે સુગર ફેક્ટરીઓ સૌથી વધુ પ્રમાણમાં મહારાષ્ટ્રમાં છે. મોટા ભાગની સુગર ફેક્ટરીઓ સહકારી મંડળીઓ અને સંઘો પર આધારીત છે. છેલ્લા પાંચ વર્ષના આ ખાંડના કારખાનાઓના રિપોર્ટ જાેઈએ તો લાગે છે કે ત્યાં ખાંડનું ઉત્પાદન સતત વધતું જ જાય છે.

tech 15 વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ અને ખાધ વિક્રમી સપાટીએ ?
જ્યારે ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુગર ફેક્ટરીઓ નોંધપાત્ર પ્રમાણમાં છે આમ તો સહકારી ક્ષેત્રના ઘણા નિષ્ણાંતો કહે છે તે પ્રમાણે દેશભરમાં જ્યાં ખાંડ ઉદ્યોગ છે તે ૯૦ ટકા એકમો સહકારી ક્ષેત્રમાં છે. આ બધા સંજાેગો વચ્ચે ભારતમાં અત્યારે છે તેના કરતા વધુ પ્રમાણમાં પણ ખાંડનું ઉત્પાદન થઈ શકે તેમ છે. નિકાસને વેગ અપાય તો ભારત ઉપર જણાવી ગયા તે પ્રમાણમાં મબલખ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પણ મેળવી શકે તેવી સ્થિતિમાં છે આ સ્થિતિમાં ભારત સરકારે પણ અત્યારે ખાંડની નિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેવું લાગે છે પામતેલ અને ફુડની આયાત કરવાથી જે ખર્ચ વધે છે તેને સમતોલ કરવા માટે ભારત માટે ખાંડના વૈશ્વિક વેપારમાં વૃધ્ધી એ જ મોટો ઉપાય છે તેવું ઉદયોગોને લગતા દરેક જાણાકારો કહી રહ્યા છે.

A walking tour of Chalthan Sugar Factory, Chalthan Village Road, Chalthan,  Gujarat, India; 23rd March 2012 15 - YouTube
જ્યારે હવે આ દિશામાં વધુ હિલચાલો પણ શરૂ થઈ છે ઈન્ડીયન સુગર મિલ્સ એસોસીએશને કહ્યું છે કે શેરડીના યોગ્ય અને વ્યાજબી ભાવની ખાંડની રીકવરી રેટ હાલ ૧૦ ટકા છે જેને વધારીને ૧૦.૫ ટકા કરવાની જરૂર છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે ચાલુ સીઝન દરમ્યાન શેરડીના યોગ્ય અને વ્યાજબી ભાવ ક્વીન્ટલે રૂપિયા પાંચ વધારીને રૂા. ૨૯૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે.
આ સંજાેગો વચ્ચે હવે ઉત્પાદકોની સાથે હવે ખાંડ ઉત્પાદક સંસ્થાઓએ પણ સરકારનું નાક દબાવ્યું છે સુગર ફેક્ટરીઓમાં ખાંડનું ઉત્પાદન વધે અને ખાંદ ઉત્પાદકો કે વેપારીઓનો નફો પણ જરાય ઘટે નહિ તેવી વ્યવસ્થા કરવાની માગણી કરી છે.

Less yield drives 4 sugar mills to close in South Gujarat | Surat News -  Times of India
ભારતમાં છેલ્લા પાંચ વર્ષથી કેટલીક ચડઉતર વચ્ચે પણ ખાંડનું ઉત્પાદન સતત વધતું જ જાય છે. જાે કે ઉત્પાદકો આની સાથે એમા પણ કહે છે કે ઉત્પાદક ખર્ચ પણ વધે છે. શેરડીના ઉત્પાદક એવા ખેડૂતો પણ હાલ જે ભાવ છે તે પૂરતો નથી. પ્રોત્સાહક નથી તેવું કહે છે એ સંજાેગો વચ્ચે પરિસ્થિતિ એવી છે કે તેમની પણ ફરિયાદ તો છે.
પરંતુ આની સાથે બીજુ એક ભય સ્થાન એ પણ છે કે ભારતમાં ખાંડના વપરાશકર્તાઓનું હિત પણ ધ્યાને લેવાની જરૂર છે. ભારતમાં છેલ્લા દોઢ – બે માસના સમયગાળામાં ખાંડના ભાવમાં ૧ કિલોએ રૂપિયા ૨૧ એટલે કે ક્વિન્ટલે ત્રણસો રૂપિયા વધ્યા છે. ૨૧ પ્રમાણે હિસાબ માંડીએ તો આ આંકડો મોટો થઈ જાય છે.
આ સંજાેગો વચ્ચે સ્થિતિ એવી છે કે, ભારત વિશ્વના ખાંડ ઉદ્યોગનું સંકટ મોચક બનવા જતા પહેલા ઘર આંગણે ખાંડનો પૂરતા પ્રમાણમાં બફર સ્ટોક કરી રાખવો પડશે. નહિ તો લોકો માટે ચાની ચુસ્કી પણ મોંઘી બનશે અને ખાંડ કડવી બનવાનો ભય પણ છે જ.

અમદાવાદ / દરેક આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં હંમેશા મદદરૂપ બન્યા છે : CM ભૂપેન્દ્રભાઇ પટેલ

કેવડીયા / 28 ઓક્ટોબરથી પાંચ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે આ કારણોથી કરાયું બંધ

ગરુડ પુરાણ / શું ભૂત ખરેખર અસ્તિત્વ ધરાવે છે?