મંતવ્ય વિશેષ/ ગો ફર્સ્ટ : વધુ એક એરલાઈન્સનો અંત

એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટએ વધુ એક નિર્ણય લીધો હતો. કંપનીએ તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કંપનીએ જાહેરાત કરી હતી કે તે પોતાના મુસાફરોના નાણા ટૂક સમયમાં જ પરત કરશે. એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ હવે નાદારીની કગાર પર આવી ગઈ છે.

Mantavya Exclusive
ગો ફર્સ્ટ
  • એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટએ લીધો નિર્ણય
  • તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો
  • મુસાફરો એજન્ટો પાસે ઉઘરાણી કરશે તેવી સ્થિતિ
  • ફૂકેટના રૂટ સીટો બ્લેકમાં વેચી કરોડો સેરવી લીધા
  • અગાઉ જેટ એરવેઝે રિફન્ડનાં નાણાં ચૂકવ્યાં નથી

એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે ત્યારે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. હવે ગો ફર્સ્ટએ આગામી 12મી સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ગઈકાલે રાત્રે આ માહિતી આપી હતી. એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ પર ખુબ જ મોટા પ્રમાણમાં દેવુ છે. થોડાક દિવસોમાં તેણે NCLT સાથે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પોતાને નાદાર જાહેર કરવા માટે અરજી કરી છે. જો કે NCLTએ આ અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે. એરલાઈન્સ કંપની પર અત્યારે 6 હજાર કરોડ કરતા વધુનું દેવુ છે.

એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટએ તેના આધિકારીક ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી આપી હતી.  મુસાફરોને સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી કંપની ગો ફર્સ્ટએ જણાવ્યુ હતું કે ઓપરેશનલ સમસ્યાઓના કારણે કંપનીએ 12મી મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કંપનીએ મુસાફરોને ટિકિટના નાણ રિફંડ આપવા સંબંધિત માહિતી પણ આપી હતી.  ગો ફર્સ્ટ એ વધુમાં જણાવતા કહ્યું હતું કે મુસાફરોના સંપૂર્ણ નાણા ટૂંક સમયમાં પરત કરવામાં આવશે. અગાઉ કંપનીએ 2 અને 3 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી. તે તારીખને વધારીને 9 મે કરવામાં આવી હતી. હવે આ સમયગાળો 12 મે સુધી લંબાવવામાં આવ્યો છે.

गो फर्स्ट की मुश्किलें बढ़ीं, DGCA ने जारी किया नोटिस, टिकट बुकिंग रोकने के आदेश

આર્થિક કટોકટીમાં ફસાયેલી ગો ર્ફ્સ્ટ એરલાઇન્સે રાતોરાત નાદારી જાહેર કરતા વેકેશનમાં ફરવા જવાના પ્રવાસીઓના ટ્રાફ્કિ વચ્ચે ૧૫મી મે સુધી તમામ ઉડાન રદ કરી દીધી છે. હવે એરલાઈન્સને કોઈ રોકાણકારનો બુસ્ટર ડોઝ મળશે કે પુનઃજીવિત થશે કે કેમ તેની સામે અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. જો કદાચ એરલાઈન્સ ફ્લાઈટો ઓપરેટ નહીં કરે તો હજારો પ્રવાસીઓના આયોજન તો ખોરવાઈ જશે, પરંતુ ગુજરાત સહિત દેશના મોટા ડ્રાય સેલરો સાથે સંકળાયેલા કેટલાક ટૂર ઓપરેટર, ટ્રાવેલ્સ એજન્ટ, ઓનલાઇન પોર્ટલ ચલાવતી કંપનીઓ તેમજ તેમના થકી બુક કરાવેલી ટિકિટો પેટે ચૂકવેલા લોકોના આશરે રૂ. 250 કરોડ જ એક ઉચ્ચ અધિકારીઓને ટિકિટ દીઠ રૂ. 200 કમિશન રાખી ડ્રાય સેલરો વચ્ચેની સાઠગાંઠથી રેલવેની જેમ ફ્લાઈટમાં પણ બ્લેકમાં સીટ વેચી દેવાનો મસમોટો વેપાર ચાલતો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. નાણાકીય કટોકટીના કારણે એરલાઈન્સનો માર્કેટમાંથી પૈસા ભેગા કરવાનો સ્વાર્થ હતો, જ્યારે ડ્રાય સેલરો સસ્તી ટિકિટની લાલચમાં નફો કરી લેવા માગતા હતા, જેનો ભોગ ટિકિટ ખરીદનારા બની શકે છે.

સૂત્રોના મતે, એરલાઈન્સ કંપનીઓને કેશ ફ્લો જાળવી રાખવો જરૂરી હોય છે. તેથી તેમની સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ ટિકિટદીઠ કમિશન રાખીને બલ્કમાં ડ્રાય સેલરોને એકાદ વર્ષ પહેલાં જ ટિકિટો વેચી દે છે. જેમ કે, મે-જૂનના વેકેશનમાં ચંડીગઢ, ગોવા, શ્રાીનગર, દિલ્હી, લેહની ફ્લાઈટોની સીટો અગાઉથી જ વેચી દેવાઈ હોય છે. ગો ર્ફ્સ્ટના દેશમાં 25 એરક્રાફ્ટ છે. જો તે પાંચ રૂટ પર સેવા આપે તો કુલ 75 ફ્લાઈટ રોટેશનમાં ફરે, જેની 13,500 સીટો થાય. હવે એક દિવસ મુજબ 50 ટકા બ્લેકમાં 6750 સીટ વેચી હોય એવું માનીએ, તો આખા વર્ષમાં એરલાઈન્સે 24 લાખથી વધુ સીટ વેચી દીધી હોય.

बंद होगी एक और एयरलाइंस, दो दिन तक Go First की सभी फ्लाइटें कैंसिल, कंपनी ने खुद को बताया दिवालिया! - Go First airlines flights to remain cancelled on May 3 and

બીજી તરફ, ડીજીસીએએ હજુ વિન્ટર શિડ્યુલ જાહેર કર્યું નથી. આમ છતાં, એરલાઈન્સે તે સીટ પણ બ્લેક સેલિંગ કરી વેચી દીધી છે. મે-જૂનની ચંડીગઢ, ગોવા, શ્રીનગર, દિલ્હી, લેહની અનેક ટિકિટ ડાયરેક્ટ કે પેકેજ મારફતે મુસાફરોએ બુક કરાવી દીધી છે. જેમણે મે-જૂનની ટિકિટ બ્લોક કરેલી છે, તેવા અમદાવાદ સહિત ગુજરાતમાં 250 એજન્ટ છે, જેમાં અમદાવાદમાં વીસ કરોડ અને સુરત, વડોદરા, જામનગર, રાજકોટના કુલ રૂ. 40 કરોડ ફસાયા છે. આ અટવાયેલા પૈસા એરલાઈન્સ પાસેથી પરત મેળવવા ટૂર ઓપરેટર લડત ચલાવશે, જ્યારે મુસાફરો એજન્ટો પાસે ઉઘરાણી કરશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

એરલાઈન્સે એક વર્ષ પહેલાં જ મુંબઈ-ફૂકેટ-મુંબઈ અને દિલ્હી-ફૂકેત-દિલ્હી રૂટ સીટો પણ માર્કેટમાં મોટા ડ્રાય સેલરોને રિટર્ન ફેર સાથે ફ્ક્ત રૂ. 18 હજારમાં વેચીને કરોડો રૂપિયા સેરવી લીધા છે. એ વખતે એરલાઇન સહિતના બુકિંગ પોર્ટલ પર રિટર્ન ફેર રૂ. 30થી 35 હજાર હતું.

એરલાઈન્સ દ્વારા એડવાન્સમાં થતા ડ્રાય સેલિંગ પર ડીજીસીએનું કોઈ જ નિયંત્રણ ન હોવાથી માર્કેટમાં આ રીતે બ્લેકમાં સીટો વેચાઈ રહી છે. આ અંગે ટાફી દ્વારા ભારતના ઉડ્ડયન નાગરિક મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને લેખિતમાં રજૂઆત કરાશે.

DGCA ने Go First को हवाई टिकट बेचने से रोका, जानिए पूरा मामला | DGCA stopped Go First from selling air tickets know the whole matter - Hindi Goodreturns

ટ્રાવેલ એસોસિયેશન ફેડરેશન ઓફ ઇન્ડિયા- ગુજરાતના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે, અગાઉ પણ જેટ એરવેઝ બંધ થઈ ત્યારે ટૂર ઓપરેટરોના કરોડોના રિફંડ અટવાતા ઘણા લોકો કોર્ટના શરણે ગયા હતા. જોકે, આજદિન સુધી ઉકેલ આવ્યો નથી, તો આ કિસ્સામાં હાલમાં કાયદાકીય લડત લડવી અમને યોગ્ય લાગતી નથી. આ મામલે અમે રિફંડને લઇ સરકારને રજૂઆત કરવાના છીએ.

ઉનાળુ કે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો પ્રવાહ વધુ હોય છે. એટલે એક વર્ષ પહેલાં જ ડ્રાય સેલરો એરલાઈન્સ પાસેથી ચંડીગઢ, ગોવા, લેહ, શ્રીનગર જેવાં સ્થળોની જથ્થાબંધ ટિકિટ લઈ લે છે. ધારો કે, લેહની ટિકિટનું વન-વે ભાડું રૂ. ચાર હજારની આસપાસ હોય તો એરલાઈન્સ તેને રૂ. 2800 કે 3000ની આસપાસ વેચી દે છે. આમ એડવાન્સ પેટે એરલાઈન્સ મોટી રકમ ભેગી કરી લે છે, જેથી કેશ ફ્લો પણ જળવાઈ રહે. બાદમાં સિઝન વખતે વન-વે ફેર રૂ. આઠથી દસ હજારે પહોંચી જાય છે. ત્યારે એડવાન્સમાં બ્લોક કરાવેલા રૂ.ત્રણ હજારના ફેર પ્રમાણે ટૂર ઓપરેટરો સિઝનમાં પેકેજ સાથે ઊંચા ભાવે વેચે છે, જેની વન-વે ટિકિટના ભાવ પણ એરલાઈન્સ પોર્ટલના ભાવ મુજબ હોય છે.

Go First Airline Insolvency Update: DGCA Bars Ticket Sales, Lessors To Deregister 36 Planes | Aviation News | Zee News

એક એરક્રાફ્ટ 180 સીટની ક્ષમતા સામે 50 ટકા સીટ વેચે છે. ડ્રાય સેલેરો માર્કેટમાં ટૂર ઓપરેટર કે પોર્ટલ પોતાનો નફો રાખી માર્કેટમાં વેચવા મૂકે છે. બાકીની 30થી 40 સીટ એરલાઈન્સ કંપનીના બુકિંગ પોર્ટલ પર ઊંચા ભાવે મળે છે. આમ સામાન્ય મુસાફરો ઓનલાઇન ચેક કરે, ત્યારે ટિકિટના ભાવ ઊંચા જ હોય છે, પરંતુ ઓનલાઇન બુકિંગ પોર્ટલ પર અન્ય સેક્ટરની સીટો એક હજારથી ઓછા ભાવે મળે છે. એરલાઇન અને ડ્રાય સેલર વચ્ચે ચાલતા આ ષડ્યંત્રની જાણ સામાન્ય મુસાફરોને હોતી નથી.

આ પણ વાંચો:બંગાળમાં ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ, મમતા બેનર્જીએ કહ્યું- બગડી શકે છે કાયદો અને વ્યવસ્થા

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ મુર્મુના હેલિકોપ્ટર સાથે ફાર્માસિસ્ટે ક્લિક કરી તસવીર, કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચો:રશિયા પાસે છે અબજો ભારતીય રૂપિયા,પણ નથી કરી શકતું તેનો ઉપયોગ: જાણો શું છે કારણ

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રીએ સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, કહ્યું કે તેઓ દેશને જોખમમાં મૂકી રહ્યા છે