ભરૂચ/ ગોલ્ડનબ્રિજ હવે વિસરાતા રીક્ષા ચાલકે બનાવ્યો અદભુત વિડીયો… થઈ રહ્યો છે વાયરલ

ગોલ્ડન બ્રિજમાં કેદ કરાયેલું જિલ્લાના અને ગુજરાતના દરેક વ્યક્તિના મોબાઇલમાં આ વિડીયો સતત વાયરલ થયો છે ના વિડીયો ખરેખર અદભુત છે જુઓ શું છે વીડિયોમાં.

Gujarat Others
Untitled 121 ગોલ્ડનબ્રિજ હવે વિસરાતા રીક્ષા ચાલકે બનાવ્યો અદભુત વિડીયો… થઈ રહ્યો છે વાયરલ

ભરૂચ શહેરના ફાટા તળાવ વેરાગી વાળના સ્લમ વિસ્તારમાં રહેતા અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા રિક્ષાચાલક નરેશને વીડીયો બનાવાનો શોખ, TikTok પર બનાવ્યા હતા 1000 થી વધુ વિડીયોજેને મિલિયન્સ લાઈક મળી હતી, હવે ટિકટોક બેન છે ત્યારે MoJ ઉપર કરાવી રહ્યા છે લોકોને મોજ  કરાવી રહ્યા છે .
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજનો 2 દિવસ પૂર્વે શહેરના રીક્ષા ચાલકે હાથમાં વાજા પેટી અને અલગારી સાધુ નો વેશ ધરી 143 વર્ષ બાદ નર્મદા મૈયા બ્રિજ બની જતા સુમસામ ભાસતા બ્રિજનો ચલ અકેલા.. મોજ ઉપર બનાવેલો વિડીયો, ગુજરાત, દેશ અને વિદેશોમાં પણ ભારે વાયરલ થઈ ધૂમ મચાવી રહ્યો છે.

ડિજિટલ ગુજરાતમાં આજે દરેકના હાથમાં એન્ડ્રોઇડ મોબાઈલ જોવા મળશે અને તેમાંય ખાસ કરી વિવિધ એપ ઉપર વિડીયો બનાવવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે જેમાં ભરૂચના એક સ્લમ વિસ્તારમાં રહેતા યુવાને અત્યાર સુધીમાં એક હજારથી વધુ વિડીયો બનાવ્યા છે અને તેમાંય ખાસ કરીને બે દિવસ પૂર્વે ગોલ્ડન બ્રિજ ઉપર ગોલ્ડન બ્રિજ ની યાદ માં બનાવેલો વિડિયો અદભુત સાબિત થઇ રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર સતત વાયરલ પણ થઈ રહ્યો છે અને ગણતરીની મિનિટોમાં વિડિયો બનાવનારને લોકો સારો પ્રતિસાદ પણ આપી રહ્યા છે

સમગ્ર વિશ્વમાં દરેક નાનામાં નાના વ્યક્તિ પાસે પણ એન્ડ્રોઇડ મોબાઈલ જોવા મળશે.. અને આજકાલ કેટલાય લોકો મોબાઇલમાં ગમે ત્યાં ઊભા રહીને વિડીયો બનાવતા હોય છે એ પછી ઓફિસ હોય ગાર્ડન હોય કે હોય જાહેર માર્ગ કે હોય પછી પિકનિક પોઇન્ટ મનોરંજન પૂરું હવે સોશિયલ મીડિયા ઉપર મળી રહ્યું છે અને તેમણે ભરૂચ શહેરના ફાટા તળાવ વેરાગી વાળના સ્લમ વિસ્તારમાં રહેતા અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા રિક્ષાચાલક નરેશ સોંદરવા જેને વીડીયો બનાવાનો અદભુત શોખ છે અને તેણે અત્યાર સુધીમાં એક હજારથી વધુ વીડિયો બનાવી લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે

1000 વીડિયોમાં સૌથી વધુ વિડીયો 2 દિવસ પૂર્વે ગોલ્ડન બ્રિજ માં બનાવેલો વિડિયો સતત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે ગોલ્ડન બ્રિજમાં બનાવેલા વિડિયોમાં નર્મદામૈયા બ્રીજ જ્યારથી ખુલ્લો મુકાયો ત્યારથી ગોલ્ડન બ્રિજ એકલો પડી ગયો છે કારણ કે 143 વર્ષ સુધી આ ગોલ્ડન બ્રિજ વાહનોથી ભરચક હતો અને આજે આ ગોલ્ડન બ્રિજ વાહનો વિના એકલો થઈ જતા નરેશ સોંદરવા ગોલ્ડન બ્રિજ માં એક વિડીયો બનાવ્યો છે અને તેમાં જુના ફિલ્મનું એક ગીત સાથેની એક્ટિંગ અદભૂત કરી છે આ વીડિયોમાં કવિ કહેવા માગે છે કે તું અકેલા ચલ..ચલા..ચલ.. એટલે હવે ગોલ્ડન બ્રિજ એકલો પડી ગયો છે અંગ્રેજોના જમાનામાં વખતનું ગોલ્ડન બ્રિજ આજે પણ અડીખમ છે નર્મદામૈયા બ્રીજ માં સતી સર્જાશે તો પણ ગોલ્ડન બ્રિજ ભરૂચ જિલ્લાના વાહન ચાલકોનો ભાર ખમી શકે તેમ છે