Not Set/ ગોંડલની યુવતીનું દુબઇથી અનાજ, કઠોળનું ગલ્ફ દેશોમાં નિકાસ નેટવર્ક, વર્લ્ડ ટોપ બિઝનેસ વુમનની યાદીમાં સામેલ થવાનું સ્વપ્ન

સ્વપ્નને સિદ્ધ કરવા કઠોર મહેનત કરવી પડે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ મહેનત ઉગે પણ ખરીએમાં પણ મીનમેખ નથી.

Gujarat Others
1 181 ગોંડલની યુવતીનું દુબઇથી અનાજ, કઠોળનું ગલ્ફ દેશોમાં નિકાસ નેટવર્ક, વર્લ્ડ ટોપ બિઝનેસ વુમનની યાદીમાં સામેલ થવાનું સ્વપ્ન

@વિશ્વાસ ભોજાણી, મંતવ્ય ન્યૂઝ – ગોંડલ

સ્વપ્નને સિદ્ધ કરવા કઠોર મહેનત કરવી પડે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ મહેનત ઉગે પણ ખરીએમાં પણ મીનમેખ નથી. મૂળ ગોંડલનાં વતની અને હાલ દુબઈ સ્થાયી થયેલી હોનહાર યુવતી અને એમ.કોમ. ca, ipcc નાં અભ્યાસમાં સતત ટોપર રહેલી દુધાત્રા સોનલ જગદીશભાઈએ વર્લ્ડની ટોપ બિઝનેસ વુમનના લિસ્ટમાં પોતાનું નામ ઉમેરવાનું લક્ષ્ય સેવવામાં આવ્યું છે.

કોંગ્રેસમાં ગાબડું: સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનાં હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારોએ ‘હાથ’નો સાથ છોડી AAP નું ‘ઝાડુ’ પકડ્યું

હાલ તેઓએ દુબઈ ખાતે KIC FOODS થી બિઝનેસની શરૂઆત કરી દેવામાં આવી છે. જેના માટે પાંચ વર્ષ નોકરી કરી અનુભવ મેળવી ઈમ્પોર્ટ – એક્સપોર્ટનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે,અલબત્ત કોઈ પણ જાતની મૂડી વગર છ મહિનાની સખત મહેનત પછી આશરે બે કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાના આરે પહોંચ્યા છે તેઓ આ માટે ગોંડલ, રાજકોટ, જામનગર, ડીસાનાં માર્કેટીંગ યાર્ડમાંથી કર્તવ્ય ઇનકોર્પોરેશન નામે અનાજ કઠોળની ખરીદી કરી ગલ્ફના દેશોમાં નિકાસ કરી રહ્યા છે અને આવતા એક વર્ષમાં યુરોપમાં પણ માર્કેટ બનાવવા પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે.

વરસાદ: રાજકોટના વિસ્તારોમાં ધૂળની ડમરી-ગાજવીજ સાથે વરસાદ,આજી-2 ડેમ ઓવરફલો-એક દરવાજો 0.5 ફૂટ ખોલ્યો

પુત્રીના સ્વપ્નને સિધ્ધ કરવા જગદીશભાઈ દુધાત્રા તો સાથ સહકાર આપી રહ્યા છે પરંતુ સોનલબેનના પતિ ઉર્વીષભાઈ પણ ખભે ખભો મિલાવી પત્નીના સ્વપ્નને સાકાર કરવાની મહેનતમાં લાગી ગયા છે.નોંધનીય છે કે સોનલે દુબઇમાં પણ આ નિકાસ લક્ષ્યાંકને પહોંચી વળવા 15 લોકોનો સ્ટાફ રાખ્યો છે અને અહીં વતનમાં પણ યુવાનોની નિમણુંક કરી છે જે તેમને એક્સપોર્ટમાં મદદરૂપ થઇ શકે.

kalmukho str 4 ગોંડલની યુવતીનું દુબઇથી અનાજ, કઠોળનું ગલ્ફ દેશોમાં નિકાસ નેટવર્ક, વર્લ્ડ ટોપ બિઝનેસ વુમનની યાદીમાં સામેલ થવાનું સ્વપ્ન