ભાવ વધારો/ અચ્છે દિન…? પેટ્રોલ બાદ હવે ડીઝલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં વધારો આજે પણ યથાવત છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ક્રૂડ ઓઈલ પાંચ ટકા મોંઘુ થયું છે.

Top Stories Business
1 240 અચ્છે દિન...? પેટ્રોલ બાદ હવે ડીઝલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં વધારો આજે પણ યથાવત છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ક્રૂડ ઓઈલ પાંચ ટકા મોંઘુ થયું છે. જો કે સોમવારે ક્રૂડ ઓઈલનાં ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ સ્થાનિક બજારમાં તે જોવા મળ્યો નથી. મંગળવારે આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સોમવારે પેટ્રોલનાં ભાવમાં 28 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 95.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.22 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

1 242 અચ્છે દિન...? પેટ્રોલ બાદ હવે ડીઝલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો

સાવધાન! / WHO ચીફે કોરોના પ્રતિબંધોને વહેલા દૂર કરવા અંગે આપી ચેતવણી

આપને જણાવી દઇએ કે, સોમવારે કિંમતોમાં થયેલા વધારાનાં કારણે રાજસ્થાનમાં પેટ્રોલ બાદ હવે ડીઝલનો ભાવ પણ લિટર દીઠ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. 4 મે પછી સોમવારે કિંમતોમાં વધારો 21 મો વધારો છે, જેના કારણે દેશમાં ઇંધણનાં ભાવ ઐતિહાસિક ઉંચા સ્તરે પહોંચી ગયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને લદ્દાખ જેવા છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.  જણાવી દઇએ કે, 4 મેથી પેટ્રોલનાં ભાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ માત્ર 21 દિવસમાં 4.99 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. વળી, ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર રૂ. 5.44 નો વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં દર નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દરમાં સુધારો કરે છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેલની કિંમતમાં બમણો વધારો થાય છે.

1 241 અચ્છે દિન...? પેટ્રોલ બાદ હવે ડીઝલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો

સારા સમાચાર / ધરતીપુત્રો માટે સારા સમાચાર, ગુજરાતમાં નૈઋત્યનાં ચોમાસાની વહેલી પધરામણી

સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલનાં ભાવથી જનતાને મોંઘવારીની માર સહન કરવાનો સમય આવી ગયો છે. જેને લઇને હવે સરકાર પર જનતા દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, વર્ષ 2014 માં મોદી સરકારે જનતાને ઘણા વચનો આપ્યા હતા, જેમા એક મોંઘવારીને દૂર કરવાનું અને પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કંટ્રોલ કરવાનુ વચન હતુ. હવે મોદી સરકારને 7 વર્ષ પૂર્ણ થઇ ગયા છે તેમ છતા મોંઘવારીમાં કે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘટાડો ન થતા લોકો દુઃખી થઇ ગયા છે. એક તરફ કોરોનાની માર અને બીજી તરફ મોંઘવારીનો સાપ ત્યારે સામાન્ય માણસ કેવી રીતે આ સમસ્યાને પહોંચી વળશે તે જોવુ રહ્યુ.

kalmukho str 5 અચ્છે દિન...? પેટ્રોલ બાદ હવે ડીઝલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો