Not Set/ ઊંઝા પહોંચે તે પહેલાં ગોપાલ ઇટાલીયાની કરાઈ અટકાયત

ટોલનાકા પાસે ધરપકડ બાદ હાલમાં ગોપાલ ઇટલીયાની અટકાયત કરી હોવાનું ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી હતી…

Gujarat Others
ગોપાલ ઇટાલીયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની મહેસાણા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આજે અલગ-અલગ ગામોમાં જન સંવેદના મુલાકાતમાં બીજા ચરણની શરૂઆત ઉમિયા માતાજીના દર્શન કરીને મુલાકાતની શરૂઆત કરવાની હતી. એ પહેલાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાની પોલીસે અટકાયત કરી હતી.

આ પણ વાંચો :અમદાવાદ બનશે ભિખારીમુક્ત, હવે શહેરમાં નહીં જોવા મળે કોઇ ભિખારી

જો કે, ટોલનાકા પાસે ધરપકડ બાદ હાલમાં ગોપાલ ઇટલીયાની જુના કોઈ કેસમાં અટકાયત કરી હોવાનું ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી હતી.

આ પણ વાંચો :આણંદ સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી, ઓનલાઈન ફ્રોડનો ભેદ ઉકેલાયો

ગોપાલ ઈટાલિયા અને ઇસુદાન ગઢવી આજે મહેસાણા જિલ્લાના ઉનાવા, સતલાસણા, કુકરવાડા, બાકરપુરા, વીસનગર ખાતે દિવસભર જન સંવેદના મુલાકાત યોજવાના હતા. જોકે મહેસાણા તાલુકા પોલીસે ગોપાલ ઈટાલિયા મહેસાણામાં એન્ટ્રી મારે એ પહેલાં જ ટોલ ટેક્સ પાસે તેમની અટકાયત કરી હતી.

img20210806103449 1628226464 ઊંઝા પહોંચે તે પહેલાં ગોપાલ ઇટાલીયાની કરાઈ અટકાયત

આ પણ વાંચો :રાજ્યમાં મહિલા સલામતીની વાતો માત્ર કાગળ પર, 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા થકી માહિતી આ આપી હતી. આજે મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં AAPના બે નેતા આજે કાર્યક્રમ યોજવાના હતા, જેમાંથી ગોપાલ ઇટાલિયાની મહેસાણા તાલુકા પોલીસે અગાઉના કોઈ કેસમાં ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. મહેસાણા AAPના કાર્યકર્તા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચો : હવે ડેન્ગ્યુનો કહેર, 19 વર્ષીય જુડો ચેમ્પિયન યુવતીનું થયું મોત