Banaskantha/ કૃષિ બિલ મામલે ગોરધનભાઈ ઝડફિયાએ ભાજપના કાર્યકરોને કર્યા માહિતગાર

દેશમાં કૃષિ બિલનો વિરોધ સતત ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ખેડૂતો આંદોલનમાં ન જોડાય અને બિલ શું છે તે માહિતીગાર કરવા આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લાનાં ભાજપનાં કાર્યકરોનું સંમેલન યોજવામાં આવેલ….

Gujarat Others
zzas 36 કૃષિ બિલ મામલે ગોરધનભાઈ ઝડફિયાએ ભાજપના કાર્યકરોને કર્યા માહિતગાર

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

દેશમાં કૃષિ બિલનો વિરોધ સતત ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ખેડૂતો આંદોલનમાં ન જોડાય અને બિલ શું છે તે માહિતીગાર કરવા આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લાનાં ભાજપનાં કાર્યકરોનું સંમેલન યોજવામાં આવેલ. જેમાં કાર્યકરોને કૃષિ બિલ વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા.

zzas 37 કૃષિ બિલ મામલે ગોરધનભાઈ ઝડફિયાએ ભાજપના કાર્યકરોને કર્યા માહિતગાર

કૃષિ બિલનાં વિરોધમાં હાલ સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે અને કૃષિ બિલ રદ કરવાની માંગ ઉઠી રહી છે, ત્યારે ભાજપની સરકાર આ આંદોલન વધુ ન પ્રસરે જે માટે ભાજપમાં સંગઠનને મેદાનમાં ઉતાર્યું છે. સમગ્ર દેશમાં હાલ ભાજપનાં સંગઠનનાં હોદેદારો સમગ્ર કૃષિ બિલ વિશે માહિતી મેળવી કાર્યકરોને સમજાવી રહ્યા છે અને જે કાર્યકરો ગામેગામ સુધી જઈ ખેડૂતોને સમજણ આપશે, જેથી કૃષિ બિલનો વિરોધ થતો અટકી શકે ત્યારે આજે બનાસકાંઠા અને પાટણનાં ભાજપનાં કાર્યકરોનું સંમેલન ડીસા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠાનાં સાંસદ પરબત પટેલ, બનાસડેરીનાં ચેરમેન શંકર ચૌધરી,પૂર્વ ગૃહ મંત્રી અને ભાજપનાં ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલ ઉપસ્થિત રહ્યા હતા, અને કૃષિ બિલ વિશે માહિતગાર કર્યા હતા.

zzas 38 કૃષિ બિલ મામલે ગોરધનભાઈ ઝડફિયાએ ભાજપના કાર્યકરોને કર્યા માહિતગાર

ગોરધનભાઈ ઝડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સીધા 90 હજાર કરોડ ખેડૂતોનાં ખાતામાં સીધા નાખે તે સરકાર ખેડૂતોની દુશ્મન હોઈ શકે ખરા. બનાસકાંઠાને રણમાંથી રોકવાનું કામ PM મોદી એ નર્મદાનું પાણી આપીને કર્યું છે. AMPC સુધારાનું બિલ રજૂ કર્યું છે બંધ કરવાની કોઈ વાત જ નથી. ખેડૂતની જમીન વેચવાની, ગીરવે કે ભાડા પટ્ટાની કોઈ વાત નથી. ખેડૂત પોતાના માલની કિંમત જાતે કરી શકે તે બિલમાં લાવવામાં આવ્યું છે. MSP ની વાત કરવાનો અધિકાર કોંગ્રેસને નથી. જો કે હાલ દેશમાં બદલાવ આવ્યો છે તો કાયદા પણ બદલવા જરૂરી છે અને બિલ આવ્યા બાદ તમારા ખેતરમાં વેપારીઓની લાઇન લાગશે એ કામ સરકાર કરી રહી છે. બાદલ ફેમિલી કમિશનનાં એજન્ટ છે અને ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરે છે. મોટાભાગનાં પાકમાં 20 થી 60 ટકા નો વધારો પાંચ વર્ષમાં કર્યો છે. ખેડૂતોનાં ખભે બંદૂક મુકવાનું કામ વચેટીયાઓ કરે છે. હવે તમારે ક્યારેય બટાટા રોડ પર ફેંકવાનો વારો નહી આવે.

આજની સભામાં ઉપસ્થિત કેટલાક ખેડૂતો એ સભા માં સંબોધન સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે સરકાર ના આ બિલ થી ખેડૂત ને કોઈજ નુકસાન નથી ઉલ્ટાનું ફાયદો થશે.ખેડૂતો ને પુરા ભાવ મળશે.સાથે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ખેડૂત ગેનાજી પણ આ કૃષિ બિલ ની તરફેણ કરી સરકાર ખેડૂત ના હિત માં બિલ લાવ્યું હોવાનું જણાવ્યું હતું. દિલ્હી માં ખેડૂતો જ્યારે આંદોલન ઉગ્ર બનાવી રહ્યા છે અને આ આંદોલન માં ગુજરાત ના ખેડુતો ન જોડાય જે માટે ભાજપ ની સરકારે હવે સંગઠન ના આગેવાનો ને મેદાને ઉતાર્યા છે અને ગામેગામ કૃષિ બિલ વિશે ખેડૂતો ને માહિતીગાર કરવા આયોજન કરાયું છે જેના ભાગરૂપે આજે ડીસા ખાતે આ કૃષિ સંમેલન બોલાવવામાં આવ્યું હતું.

લીંબડીની મહિલાઓ આ રીતે આત્મનિર્ભર ભારતના સૂત્રને કરી રહી છે સાકાર

લુપ્ત થતી વિજં પ્રજાતિ કેશોદનાં રહેણાંક વિસ્તારમાંથી પાંજરે પુરાઇ

ડિસામાં બે દિવસથી ઘુમ થયેલા યુવકનો મૃતદેહ ટાંકીમાંથી મળતા મચ્યો ખળભળાટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો