મોરબી/ હળવદની સરકારી શાળા નં.8 થશે બંધ, આ છે મુખ્ય કારણ

બાળકોને શાળાની બહાર શિક્ષણ આપવામાં આવશે. પરંતુ સમસ્યાએ છે કે, સરકારી શાળા નંબર આઠમા 1 થી 5 ધોરણમાં કુલ 142  વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Gujarat Others
સરકારી શાળા
  • મોરબીઃ હળવદની સરકારી શાળા નં.8 થશે બંધ
  • પંચમુખી ઢોરે આવે શાળા જર્જરિત હોવાથી થશે બંધ
  • ગઇકાલે ચાલુ શાળાએે વિદ્યાર્થીપર પડ્યુ પોપડુ
  • શાળા અતિ જર્જરિત હોવાથી અભ્યાસ બન્યો મુશ્કેલ
  • આવતીકાલથી શાળામાં શિક્ષણ કાર્ય થશે બંધ
  • શાળામાં નહી ભણાવા વાલીઓએે લીધો નિર્ણય

મોરબીના હળવદની સરકારી શાળા નં.8ને બંધ કરવાના એંધાણ જણાઈ રહ્યા છે. પંચમુખી ઢોરે આવેલી શાળા અતિ જર્જરિત હોવાથી આવતીકાલથી શાળામાં શિક્ષણ કાર્ય બંધ થશે. ગઇકાલે ચાલુ શાળાએે વિદ્યાર્થી પર પોપડુ પડ્યું હતું. પરંતુ નસીબ જોગે કોઈ જાનહાની થઇ ન હતી. શાળા અતિ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીને અભ્યાસ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે વાલીઓએે બાળકોને શાળામાં ન  ભણાવાનો નિર્ણય લીધો છે.

બાળકોને શાળાની બહાર શિક્ષણ આપવામાં આવશે. પરંતુ સમસ્યાએ છે કે, સરકારી શાળા નંબર આઠમા 1 થી 5 ધોરણમાં કુલ 142  વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં છેલ્લા ચાર મહિનાથી 142 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1 જ શિક્ષક છે. જેથી વિદ્યાર્થીઓના ભણતર બગડી રહ્યા છે. વાલીઓએ કંટાળીને આજે શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપતા હાલ બે શિક્ષકોનો વધારો કરવામા આવ્યો છે. સાથે જ વાલીઓ ધોરણ દીઠ 5 શિક્ષકો મુકવા માંગ કરી છે.

હળવદ પંચમુખી ઢોરે આવેલ સરકારી શાળા નંબર આઠમા 1 થી પાચ ધોરણનો અભ્યારણ કરાવામા આવી રહ્યા જેમા 142 વિધ્યાર્થી અભ્યાસ કરી રહ્યાસે પરંતુ સમસ્યાએ છે કે છેલ્લા ચાર મહિનાથી 1 થી 5 ધોરણ વચ્ચે શિક્ષક 1 જ છે જેથી વિધ્યાર્થીઓનો અભ્યારણ બગળી રહ્યો છે હળવદ તાલુકા શિક્ષણ અધિકારી તેમજ જીલ્લાના અધિકારીઓને અવાર નવાર રજુઆત કરવા સતા મહેકમ પ્રમાણે પાચ શિક્ષકો મેકવામા હોયસે ત્યા માત્ર એક જ શિક્ષક મેકવામા આવ્યા છે આ વિસ્તારના લોકોઅે કંટાળી આજે શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપતા હાલ બે શિક્ષકોનો વધારો કરવામા આવ્યોસે પરંતુ કાયમી ધોરણે મહેકમ પ્રમાણે પાચ શિક્ષકો મેકવામા આવે એવી વાલીઓએ માંગ ઉઠીસે.

આ પણ વાંચો :રંગીલા રાજકોટમાં આપઘાતનો ચિંતાજનક વધારો, છેલ્લા 5 વર્ષમાં 2000થી વધુ આપઘાતના બનાવ

આ પણ વાંચો : વડોદરામાં નેશનલ હાઇવે પાસે યુવતીની લાશ મળી આવી,હત્યારે હાથ કાપી નાંખ્યો

આ પણ વાંચો :મહિલાઓને પર્સનલ લોનની લાલચ આપી મહિલા દિઠ રૂ.3000ની ઉઘરાણી કરી ગઠીયો ફરાર

આ પણ વાંચો :ભાગેડૂ સાંડેસરા બંધુ પર મનીલોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઇડીની કાર્યવાહી, જાણો શું હાથ લાગ્યું ?