Education/ CBSE બોર્ડની પરીક્ષાઓને લઈ શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય

વર્તમાન સંજોગો જોતા, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શક્ય નહીં થાય, પરંતુ ફેબ્રુઆરી પછી પરીક્ષા ક્યારે લેવામાં આવશે તે અંગે વિચારણા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલ ફેબ્રુઆરી સુધી બોર્ડની પરીક્ષા નહીં લેવાય.

Top Stories India
a 359 CBSE બોર્ડની પરીક્ષાઓને લઈ શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય

આગામી 10 મી અને 12 મી બોર્ડની પરીક્ષાની તારીખો અંગે શંકાઓ વચ્ચે શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક એ આજે ​​દેશભરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો છે. શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક  અને શિક્ષકો વચ્ચે સંવાદ શરૂ થયો છે. શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ આ દરમિયાન જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવામાં આવશે નહીં.

તેમણે કહ્યું કે, વર્તમાન સંજોગો જોતા, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શક્ય નહીં થાય, પરંતુ ફેબ્રુઆરી પછી પરીક્ષા ક્યારે લેવામાં આવશે તે અંગે વિચારણા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલ ફેબ્રુઆરી સુધી બોર્ડની પરીક્ષા નહીં લેવાય. પરંતુ આ પછી, અમે પરીક્ષાઓ વિશે ચર્ચા કરીશું અને પછી તે વિશે માહિતી આપીશું.

શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે  કહ્યું છે કે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં બોર્ડની કોઈ પરીક્ષા નહીં લેવાય. બાદમાં પરીક્ષા લેવામાં આવશે. રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, ” 15 ફેબ્રુઆરીથી માર્ચની મધ્યમાં સુધીમાં પરીક્ષાઓ હોય છે. પરંતુ સંજોગો જોતા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શક્ય નથી. “

તેમણે કહ્યું, ફેબ્રુઆરી પછી, જ્યારે આપણે પરીક્ષા લઈશું, ત્યારે આપણે વધુ ચર્ચા કરવાની જરૂર રહેશે. કોઈ અપડેટ હશે તો  અમે આગળ વધીશું. ” અગાઉ સીબીએસઇએ ખુલાસો જારી કર્યો હતો કે સીબીએસઈ બોર્ડની 10 મી, 12 મી પરીક્ષા 2021 ની અંતિમ પ્રક્રિયા હજી બાકી છે.

તેઓએ વાતચીત દરમિયાન કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન, શિક્ષકોએ બાળકોને યોદ્ધાઓની જેમ શીખવ્યું છે. તેમણે કહ્યું કે, મહામારીના યુગમાં, ઓનલાઇન મોડમાં, શિક્ષકોએ બાળકોને ભણાવવામાં કોઈ કમી છોડી ન હતી. શિક્ષણમંત્રીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળાના શિક્ષણમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) લાવવામાં આવી રહી છે. ભારત વિશ્વનો પહેલો દેશ બનશે જ્યાં એઆઈ શિક્ષણ શાળા કક્ષાએથી જ શરૂ થશે.

આપને જણાવી દઈએ કે, આ અગાઉ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક દ્વારા પરીક્ષા યોજવા માટે પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ત્રણ તબક્કાની વાતચીતની યોજના બનાવી હતી. શિક્ષણ પ્રધાન વેબિનાર દ્વારા ત્રણ જુદી જુદી તારીખે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સાથે વેબિનાર દ્વારા સીધી વાતચીત કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…