ગાંધીનગર/ 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં PM મોદી આજે કોને મળ્યા, જાણો…

10મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વિવિધ કંપનીઓના સીઈઓ સાથે ચર્ચાઓ કરી હતી.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 09T185433.333 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં PM મોદી આજે કોને મળ્યા, જાણો...

Gandhinagar News: આજથી 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વિવિધ કંપનીઓના સીઈઓ સાથે ચર્ચાઓ કરી હતી. ટોચની કંપનીઓ જેમકો, સુઝુકી મોટરના અધ્યક્ષ તોશી હિરો, સેમીકંડક્ટરના ક્ષેત્રમાં કામ કરનારી પ્રખ્યાત માઈક્રોન ટેક્નો.ના સીઈઓ સંજય મેહરોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું

અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ- હોર્ટાનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિ-પક્ષીય બેઠક યોજી હતી. બંને વડાઓએ રાજકીય સંબંધ વધુ ગાઢ થાય તે માટે ચર્ચાઓ કરી હતી.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિનું સ્વાગત

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી પણ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ભુપેન્દ્ર પટેલે એરપોર્ટ પર ફિલિપ જેકિન્ટો નસીને પુસ્તક આપીને આવકાર્યા હતા. ત્યારબાદ બંને ગાંધીનગરનાં મહાત્મા મંદિર પહોંચ્યા હતા.

વિદેશી કંપનીઓના CEO સાથે મુલાકાત :

Suzuki Motorsના વડા તોશિહિરો સુઝુકી મોદીને મળ્યા હતા. તેમણે મેડ ઈન ઈન્ડિયા વાહનોની નિકાસ કરીને વૈશ્વિક ઓટોમોટિવ માર્કેટમાં ભારતને મજબૂત ખેલાડી બનાવવાની મારુતિ સુઝુકીની યોજનાઓની ચર્ચા કરી હતી.

સિંગાપોર બિઝનેસ ફેડરેશનના પ્રમુખ પ્રસૂન મુખર્જી અને Micron ટેક્નોલોજીના પ્રમુખ અને સીઈઓ સંજય મેહરોત્રા મુખ્યમંત્રીને મળ્યા.

Sulayem Groupના ચેરમેન અને સીઈઓ, સુલતાન અહેમદ બિન સુલેમ મોદીને મળ્યા અને ગ્રીન, એનર્જી, વિશ્વ કક્ષાની ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેની ભાવિ યોજનાઓ વિશે ચર્ચા કરી.

A.P. Moeller, Marsk ના CEO કીથ સ્વેન્ડસેન PM ને મળ્યા. નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટીમાં તેમની યોજનાઓને આવકારી હતી. તેમની ચર્ચાઓમાં ગ્રીન હાઇડ્રોજન અને Logistic Infrastructureના વિકાસના મહત્વના વિષયોનો સમાવેશ હતો.

મોદી દુબઈના DP world groupના સીઈઓ અને ઓસ્ટ્રેલિયાની Deakin યુનિવર્સિટીના વીસીને પણ મળ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા