Not Set/ ગ્રીષ્માના હત્યારા ફેનિલ અને તેના મિત્રનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે, જાણો કેમ કરી હત્યા

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ અને તેના મિત્ર વચ્ચેનું કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. જેમાં ફેનિલ ગ્રીષ્માની હત્યા કરવાની વાત કરી રહ્યો છે.

Top Stories Gujarat Surat
ફેનિલ
  • સુરતની ગ્રીષ્મા હત્યા કાંડ મામલો
  • આરોપી અને તેના મિત્ર વચ્ચેનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે
  • ગ્રીષ્માના ઘરે ખબર પડી જતા બધુ મારા માથે નાખ્યું
  • મારા ઘરે આવીને મને લાફો મારી દીધો હતોઃ ફેનીલ
  • 5-6 જણા મોટી ગાડી લઈને મારા ઘરે આવ્યા

સુરતના પાસોદરા ખાતે 12મીએ જાહેરમાં ગળું કાપી ગ્રીષ્મા વેકરિયાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જે બાદ ગઇકાલે ગ્રીષ્માના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલ આ મામલે આરોપી ફેનિલ અને તેના મિત્ર વચ્ચેનું કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. જેમાં ફેનિલ ગ્રીષ્માની હત્યા કરવાની વાત કરી રહ્યો છે.

સામે આવેલા કોલ રેકોડિંગમાં ફેનિલ તેના મિત્રને કહી રહ્યો છે કે, તે હવે તેને (ગ્રીષ્મા)ને મારી નાંખશે અને પછી પોતે પણ દવા પીને મારી જશે.

પાંચ છ જણા મોટી ગાડી લઈ ને મારા ઘરે આવ્યા હતાં.

મારા પપ્પા વચ્ચે આવતાં તેમના હાથ પર વાગી ગયું હતું અને લોહી નીકળ્યું હતું.

મને મેસેજ કરવાની ના પાડી તો મેં મેસેજ બંધ કરી દીધા હતાં અને એના પણ મેસેજ ન્હોતા આવ્યા.

પછી હું બહાર જતો ને તો મને મારવા આવતાં હતાં.

એના કાકા, ફુઆ અને ભાઈ મને મારવા માટે બીજા ને મોકલતા હતા.

મોટા વરાછા પાસે મારી ગાડી ઠોકવાની કોશિશ કરી હતી.

હું એના ઘરે જાઉં છું એને પતાવી ને હું દવા પી જવાનો છું.

હું એના ઘરે જઈ ને એને મારી નાખીશ.

એ મારી પાછળ પડી છે.

મિત્ર એ સમજવાની કોશિશ કરી કે તારે કઈ નથી કરવાનું આપણે પતાવટ કરી દઈશું.

પણ ફેનીલ માન્યો ન હતો.

મારી લાઈફ બગાડી દીધી છે.

વારંવાર ની સમજાવટ છતાં ફેનીલ માન્યો ન હતો.

ગ્રીષ્મા પાસે મારા આઈડી પાસવર્ડ હતાં એટલે એણે એ રીતે ના મેસેજ કરી ને સ્ક્રીનશોટ ફેમિલી ને બતાવ્યા.

મને નથી ખબર કે એણે મેસેજ માં શું લખ્યું હતું.

મારે કેસ નથી કરવો હું કેસ કરીશ તો મારે ફસાવવાનું આવશે.

આ પણ વાંચો :આર્કિટેક્ટ એશો. પ્રમુખ કિરીટ પટેલની ધરપકડ, વુડાના મહિલા અધિકારીએ લગાવ્યા આરોપ

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં પોલીસે SIT ની રચના કરી છે. આ SIT માં એક ડીવાયએસપી, 4 પીઆઈ, 4 પીએસઆઈનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત LCB, SOG ટીમનો પણ મદદ માટે સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રીષ્માના હત્યારા ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, સુરતમાં 21 વર્ષીય યુવતી ગ્રીષ્માની હત્યા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે.ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલે પોતે પણ આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી , જેથી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યારે હવે તેને હોસ્પિટલમાંથી રજા મળતાં તેને પોલીસ મથકે લઈ જવાયો છે. પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. ડિસ્ચાર્જ થતા અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો હતો.

આ પણ વાંચો :વિવાદ હંમેશા વિકાસને અનુલક્ષીને હોવો જોઈએ

હત્યા થયાના ચોથા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગ્રીષ્માના પરિવાર સાથે વિડીયો કોલથી વાત કરી હતી. જેમાં પરિવારજનો દ્વારા હત્યારા ફેનિલને ફાંસીની સજાની માંગ કરી હતી. ત્યારે ભૂપેન્દ્ર પટેલે ઝડપી ન્યાયની ખાતરી આપી હતી અને સરકારી પાછીપાની નહીં કહે તેવું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો :ભાજપ સરકાર પરિક્ષાના પેપર ફોડી રાજ્યના યુવાનોને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર રચી રહી છે : સુખરામ રાઠવા

આ પણ વાંચો :ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ,16 લોકોના મોત

આ પણ વાંચો : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના દોષિતોને હવે આ તારીખે મળશે સજા