result/ ગુ. રાજ્ય પ્રા. શિક્ષક સંઘને મળ્યા પ્રમુખ અને મહામંત્રી,ચૂંટણી પરિણામો જાહેર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને તેના નવા ચૂંટણી પ્રમુખ અને મહામંત્રી મળી ચૂક્યા છે. જી હા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને મહામંત્રીની વરણી માટે કરવામાં આવેલા મતદાનનું પરિણામ સામે આવી ચૂક્યું છે અને મહામંત્રી તરીકે સતીશ પટેલની જીત થઇ છે, તો સાથે સાથે દિગ્વિજયસિંહ પ્રમુખ તરીકે ચૂંટાયા છે.  આપને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્ય […]

Gujarat Others
teachers union ગુ. રાજ્ય પ્રા. શિક્ષક સંઘને મળ્યા પ્રમુખ અને મહામંત્રી,ચૂંટણી પરિણામો જાહેર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને તેના નવા ચૂંટણી પ્રમુખ અને મહામંત્રી મળી ચૂક્યા છે. જી હા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને મહામંત્રીની વરણી માટે કરવામાં આવેલા મતદાનનું પરિણામ સામે આવી ચૂક્યું છે અને મહામંત્રી તરીકે સતીશ પટેલની જીત થઇ છે, તો સાથે સાથે દિગ્વિજયસિંહ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. 

આપને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ સતત ત્રીજીવાર ચૂંટાયા છે. મહામંત્રી તરીકે સતીશ પટેલની જીત થઇ છે. 

આપને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રમુખ અને મહામંત્રીની વરણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે યોજાયું મતદાન બાદ પરિણામો પણ આવી ગયા છે. ચૂંટણીમાં કોરોનાનાં માર્ગદર્શીકાનું પાલન કરાયું હતું અને 501 કારોબારી સભ્યો દ્વારા મતદાન કરાયું હતું.

ગુજરાતનાં 33 જિલ્લાના શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને મહામંત્રીનું  સંપૂર્ણ લોકશાહી રીતે ચયન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંને પદ માટે કુલ 13 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાથી પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ સતત ત્રીજીવાર ચૂંટાયા છે. મહામંત્રી તરીકે સતીશ પટેલની જીત થઇ છે.