અમરેલી/ ધારી સફારી પાર્કમાં સિંહ બાળની મસ્તી કરી રહી છે મુલાકાતીઓને આકર્ષિત

નાના બાળકોના નટખટ અને રમતિયાળ સ્વભાવ સૌ કોઈને મોહી લેતા હોય છે.માનવી હોય કે પ્રાણી…બાળક તો બાળક હોય છે.તેની નિખાલસતા તો કંઈક અલગ જ

Gujarat Others
સિંહ બાળ

નાના બાળકોના નટખટ અને રમતિયાળ સ્વભાવ સૌ કોઈને મોહી લેતા હોય છે.માનવી હોય કે પ્રાણી…બાળક તો બાળક હોય છે.તેની નિખાલસતા તો કંઈક અલગ જ છે.ધારીના સફારી પાર્કમાં રાખવામાં આવેલા સિંહ બાળ પણ એવા જ અદભુત છે.જેને જોઈને તમે પણ ખુશ થઇ જશો.

જંગલમાં આમ તેમ ભાગદોડ…પાણીના કુંડમાં નાહવાની મસ્તી..ની માતા સાથેની મસ્તી અને ઠાઠ સાથે આરામ…. આ બધા અધભુત દ્રશ્યો છે.ધારીના સફારી પાર્કમાં રાખવામાં આવેલા સિંહબાળના….અહીં ઉનાળાના વેકેશનમાં લોકોને ભરપૂર મનોરંજન કરાવી રહ્યું છે સિંહ પરિવાર…પાર્કમાં સિંહ જોવા મળતાં હોય છે પરંતુ ધારીનું સફારી પાર્ક એવું પાર્ક બન્યું છે કે જ્યાં સિંહ સાથે બે મસ્તી ખોર સિંહ બાળ પણ જોવા મળી રહ્યા છે અને તેમની નટખટ પ્રવૃતિઓ સૌ માટે તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ખાસ કરીને બાળકોને ખુબજ મજા પડી રહી છે.

a 9 ધારી સફારી પાર્કમાં સિંહ બાળની મસ્તી કરી રહી છે મુલાકાતીઓને આકર્ષિત

પહેલા ધારીના સફારી પાર્કમાં એક સિંહ અને સિંહણ જોવા મળતા હતા જોકે થોડા સમય પહેલા સિંહણએ બે બચ્ચાઓને જન્મ આપ્યો હતો અને બંને બચ્ચાઓને વનવિભાગ દ્વારા થોડા સમય માટે સેફ જગ્યા પર રાખવામાં આવ્યા હતા.પરંતુ હવે તેઓ એકદમ તંદુરસ્ત હોવાને કારણે સિંહ,સિંહણ સાથે સિંહ બાળને પણ ખુલ્લામાં સફારી પાર્કમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેથી અન્ય પાર્કમાં ડાલામથ્થા સિંહો જોવા મળતા હોય છે પરંતુ અહીં સિંહ બાળ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સિંહ બાળ તો ખુબજ અદભુત છે.નાના બાળકોની જેમ ક્યારેક ઝાડ પર ચડવાના પ્રયાસો કરે છે.તો ક્યારેક ઝાડની ફરતે ચક્કર લગાવે છે.તો હાલ ઉનાળાના સમયમાં વનવિભાગ દ્વારા પાણીના આર્ટિફિશિયલ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.તે પાણીમાં નાહવાની મજા માણે છે અને ઠંડક મેળવે છે.

આ પણ વાંચો:સંજય રાઉતના કેન્દ્ર પર આકરા પ્રહાર, પૂછ્યું- શું સરકાર કાશ્મીર ફાઇલ્સ-2ને કરશે પ્રમોટ?

આ પણ વાંચો:પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર થઈ શકે છે જીવલેણ હુમલો, હાઇ એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ

આ પણ વાંચો:રશિયા અને યુક્રેનએ એકબીજાને 160 સૈનિકોના મૃતદેહ પરત કર્યા