Not Set/ ગાંધીનગર/ 118 મીટર ઊંચા બે ટાવરો પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા

ગાંધીનગરના થર્મલ પાવર હાઉસ ખાતે આશરે પાંચ દાયકા પહેલા બનાવાયેલા બે કુલિંગ ટાવરોને ધરાશયી કરવામાં આવ્યા હતા. રવિવારે બપોરે ત્રણ અને ત્રણ મિનિટે બ્લાસ્ટ કરવામાં આવતા કુલિંગ ટાવરોને કંટ્રોલ બ્લાસ્ટ પદ્ધતિથી તોડી પાડવામાં આવ્યા છે.બંને ટાવરો થોડી જ ક્ષણોમાં  પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા હતા.ટાવરોને તૂટતાં 30 સેકન્ડ પણ નહોતી થઈ. આ નજરો જોવા માટે […]

Top Stories Gujarat
Untitled 13 ગાંધીનગર/ 118 મીટર ઊંચા બે ટાવરો પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા

ગાંધીનગરના થર્મલ પાવર હાઉસ ખાતે આશરે પાંચ દાયકા પહેલા બનાવાયેલા બે કુલિંગ ટાવરોને ધરાશયી કરવામાં આવ્યા હતા. રવિવારે બપોરે ત્રણ અને ત્રણ મિનિટે બ્લાસ્ટ કરવામાં આવતા કુલિંગ ટાવરોને કંટ્રોલ બ્લાસ્ટ પદ્ધતિથી તોડી પાડવામાં આવ્યા છે.બંને ટાવરો થોડી જ ક્ષણોમાં  પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા હતા.ટાવરોને તૂટતાં 30 સેકન્ડ પણ નહોતી થઈ.

આ નજરો જોવા માટે લોકોએ ધાબે ચડીને જોયો એટલું નહિ આ નજરો જોતા જોર જોરથી કીકીયારીઓ પાડી હતી.

118 મીટર જુના બંને કુલિંગ ટાવર 47 વર્ષ જૂના હતા. સમય મર્યાદા પૂર્ણ થતા તેને ઈમર્જન એક્સ્પોઝિવ લગાવીને ટાવર તોડવામાં આવ્યા હતા. 3.03 મિનીટ પર પહેલો અને 3.11 મિનીટ પર બીજો કુલિંગ ટાવર તોડી પાડવામાં આવ્યો હતો.

ટાવર તૂટ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ધૂળ અને માટીના ગોટે ગોટા ઉડયા હતા.માટીની રજકણો વધુ નુકસાન ના પહોંચાડે તે માટે ફાયર બ્રિગેડ દ્વારા પાણીની ગાડીઓ તૈયાર રાખવામાં આવી હતી અને તાત્કાલિક માટી પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

બંને ટાવરને તોડવા માટે ઈમર્જન એક્સપ્લોઝીવ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. આ માટે ફાયર બ્રિગેડ દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી હતી. તંત્ર દ્વારા આસપાસના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.