Not Set/ યુપીના PSI અને મહિલા કોન્સ્ટેબલ સહિત 5ને આજીવન કેદની સજા ફટકારતી અમદાવાદની કોર્ટ

અમદાવાદ, મિર્જાપુર કોર્ટના જજ તરુણા રાણાની કોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે . જેમાં યુપી પોલીસ ના સબ ઇન્સ્પેકટર તેમજ મહિલા પોલીસ તેમજ એક કોન્સ્ટેબનલ સહીત કુલ પાંચ આરોપીઓને અપહરણ અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. કેસની જો વિગત વાર ચર્ચા કરીએ તો મહેશ નામના યુવકનું અમદાવાદ ના જોધપુર ગામથી અપહરણ કરાયાની […]

Ahmedabad Gujarat
edw 9 યુપીના PSI અને મહિલા કોન્સ્ટેબલ સહિત 5ને આજીવન કેદની સજા ફટકારતી અમદાવાદની કોર્ટ

અમદાવાદ,

મિર્જાપુર કોર્ટના જજ તરુણા રાણાની કોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે . જેમાં યુપી પોલીસ ના સબ ઇન્સ્પેકટર તેમજ મહિલા પોલીસ તેમજ એક કોન્સ્ટેબનલ સહીત કુલ પાંચ આરોપીઓને અપહરણ અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.

કેસની જો વિગત વાર ચર્ચા કરીએ તો મહેશ નામના યુવકનું અમદાવાદ ના જોધપુર ગામથી અપહરણ કરાયાની પોલીસ ફરિયાદ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. જેની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ફૂલચંદનામના યુવકનું કોઈ યુવતીની જોડે ફ્રેન્ડશીપ હતી. અને તે યુવતીની જોડે ફૂલચંદએ ભાગીને લગ્ન કર્યા હતા. જેમાં યુવતીની પણ ભાગીને લગ્ન કરવાની સંમતિ અને ઈચ્છા હતી. જોકે, આ મામલે યુપી પોલીસે મહેશની અમદાવાદના જોધપુર ગામ પાસેથી ગેરકાયદેસર રીતે ધરપકડ કરી હતી. અને તેને ટ્રેન મારફતે યુપી લઇ ગયા હતા.

જ્યાં તેની જોડે એવું તો શું યુપી પોલીસે કર્યું હતું કે મહેશની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી હતી.જે સવાલ અમદાવાદની પોલીસને ખૂંચી રહ્યો હતો. અને અમદાવાદની પોલીસે આ જ સવાલની તપાસમાં પોતાના ઘોડા યુપીની તરફ દોડાવ્યા હતા. જ્યાં અમદાવાદની પોલીસને એક ચોંકાવનારો ખુલાસો જાણવા મળ્યો હતો કે મહેશની પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દેખાય આવી ગયું હતું કે મહેશની હત્યા કરવામાં આવી હતી. અને ખુલાસો જોઈને અમદાવાદની પોલીસ પર સ્તમ્ભબંધ રહી ગઈ હતી.

છેવટે ,અમદાવાદની પોલીસે મહેશની અપહરણની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરીને સબ ઇન્સ્પેકટર ભરત સિંહ , પોલીસ કોન્સ્ટેબલ રામકુમાર , મહિલા પોલીસ શકુન્તલા ,અન્ય આરોપીઓ સત્ય પ્રકાશ યાદવ તથા રામદેવની ધરપકડ કરી હતી.અને તેમને અમદાવાદની કોર્ટમાં રજૂ કરીને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાયર્વાહી શરુ કરી હતી. અને આ જ મામલે મિર્જાપુર કોર્ટના જજ તરુણા રાણાએ સરકારી વકીલ ભરત સિંહ રાઠોડ ની દલીલો તેમજ સરકારી પુરાવાને માન્ય રાખીને પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.