Not Set/ અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી 4.80 લાખની નકલી નોટો સાથે બે ઇસમ ઝડપાયા

અમદાવાદ, અમદાવાદમાંથી 4.80 લાખ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ છે. આટલી મોટી માત્રમાં નકલી નોટો ઝડપાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 500 અને 100ની નકલી નોટોને ઝડપી પાડી છે. અમદાવાદ એસઓજીની ટીમને મળેલી બાતમીની આધારે એસઓજીની ટીમે ગીતામંદિર બસ સ્ટેન્ડની પાસે વોચ ગોઠવી હતી. […]

Ahmedabad Gujarat Trending
shani dev 1 અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી 4.80 લાખની નકલી નોટો સાથે બે ઇસમ ઝડપાયા

અમદાવાદ,

અમદાવાદમાંથી 4.80 લાખ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ છે. આટલી મોટી માત્રમાં નકલી નોટો ઝડપાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે 500 અને 100ની નકલી નોટોને ઝડપી પાડી છે. અમદાવાદ એસઓજીની ટીમને મળેલી બાતમીની આધારે એસઓજીની ટીમે ગીતામંદિર બસ સ્ટેન્ડની પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બે શખ્સો 500 અને 100ની નકલી નોટો સાથે ઝડપાયા હતાં.

પોલીસે આ બંને પાસેથી 4.80 લાખ રૂપિયાની નોટો જપ્ત કરી હતી. પાલનપુરથી અમદાવાદ નકલી નોટોને વટાવવા માટે આવ્યા હતાં. ઝડપાયેલા આરોપી માંથી એક આરોપીનું નામ ઝુનેદ ઉર્ફે સોનું મેમણ અને બીજાના આરોપીનું નામ વિરાટ ઉર્ફે ટીનો રાવલ છે. હાલ પોલીસે ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલી નકલી નોટોમાં  500ના દરની 700 અને 100ના દરની 1300 નોટો જપ્ત કરવામાં આવી છે. મહત્વનું એ છે કે આ બંને લોકો નકલી નોટોને પોતાના ઘરે જ બનાવતા હતાં.