Not Set/ અ’વાદ: એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ ઉતર્યા ભૂખ હડતાળ પર, વિમાન સેવા ખોરવાય તેવી શક્યતા

અમદાવાદ, અમદાવાદ સહિત છ એરપોર્ટના ખાનગીકરણના કેન્દ્રના નિર્ણય સામે એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જો સરકાર 28 ડિસેમ્બર સુધી કોઈ નિર્ણય નહીં લે તો 28મીએ માસ સીએલ પર ઉતરી જશે. જેના પગલે વિમાન સેવા ખોરવાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે અમદાવાદ થીરૂવનંતપુરમ્, ગુવાહાટી, મેંગલોર, જયપુર અને લખનઉ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપવાનો […]

Ahmedabad Gujarat Trending
mantavya 109 અ’વાદ: એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ ઉતર્યા ભૂખ હડતાળ પર, વિમાન સેવા ખોરવાય તેવી શક્યતા

અમદાવાદ,

અમદાવાદ સહિત છ એરપોર્ટના ખાનગીકરણના કેન્દ્રના નિર્ણય સામે એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જો સરકાર 28 ડિસેમ્બર સુધી કોઈ નિર્ણય નહીં લે તો 28મીએ માસ સીએલ પર ઉતરી જશે.

જેના પગલે વિમાન સેવા ખોરવાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે અમદાવાદ થીરૂવનંતપુરમ્, ગુવાહાટી, મેંગલોર, જયપુર અને લખનઉ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય કર્યો છે. ખાનગીકરણથી આ તમામ એરપોર્ટ પર પેસેન્જરોને મળતી સુવિધાઓ મોંઘી થશે.

કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર મુકાતા તેમનું શોષણ થશે તેવું કર્મચારીઓનું માનવું છે. ઉલ્લેખનીય છે કે, આ પેહલા અગાઉ આ નિર્ણય પાછો ખેંચાયો હતો. છ એરપોર્ટના ખાનગીકરણનો નિર્ણય 2014-15માં કેન્દ્ર સરકારે લીધો હતો ત્યારે પણ એરપોર્ટ્સ ઓથોરિટી એમ્પ્લોઈઝ યુનિયન સહિત અન્ય કર્મચારી સંગઠનોએ જોરદાર વિરોધ દર્શાવતા સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.