Not Set/ અમદાવાદ/ 31 ડિસેમ્બરે ન્યૂ યર સેલિબ્રેશન માટે બંધ રહેશે આ રૂટ

31 ડિસેમ્બરે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે નવા વર્ષની ઉજવણી માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળશે. આવામાં અમદાવાદ પોલીસે શનિવારે એક જાહેરનામું બહાર પાડીને ન્યૂ યર સેલિબ્રેશન માટે નવા ટ્રાફિક પ્લાન બનાવ્યા છે. ન્યૂ યર સેલિબ્રેશને ધ્યાનમાં રાખીને પોલીસે 31 ડિસેમ્બર 2019ના રોજ સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી 2020ના રાતના 3 વાગ્યા સુધી […]

Ahmedabad Gujarat
mahi a 1 અમદાવાદ/ 31 ડિસેમ્બરે ન્યૂ યર સેલિબ્રેશન માટે બંધ રહેશે આ રૂટ

31 ડિસેમ્બરે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે નવા વર્ષની ઉજવણી માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળશે. આવામાં અમદાવાદ પોલીસે શનિવારે એક જાહેરનામું બહાર પાડીને ન્યૂ યર સેલિબ્રેશન માટે નવા ટ્રાફિક પ્લાન બનાવ્યા છે. ન્યૂ યર સેલિબ્રેશને ધ્યાનમાં રાખીને પોલીસે 31 ડિસેમ્બર 2019ના રોજ સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી 2020ના રાતના 3 વાગ્યા સુધી કેટલાક રસ્તાઓ બંધ કર્યા છે.

જણાવી દઈએ કે ન્યૂ યર સેલિબ્રેશન માટે સી.જી. રોડ અને એસ.જી. હાઈવે પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. આ રૂટ પર એ દિવસે માત્ર ઈમર્જન્સી વાહનોને પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં આ બંને રોડને જોડતાં વૈકલ્પિક રોડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આગળ જણાવેલ સમયગાળા દરમિયાન સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી કોઈપણ વાહનોને અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે. આ રોડનો વૈકલ્પિક રૂટ છે- સમર્થેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તાથી સમર્થેશ્વર મહાદેવ. બીજો વૈકલ્પિક રૂટ છે મીઠાખળી સર્કલથી ગિરિશ કોલ્ડ્રિંકથી સેન્ટ ઝેવિયર્સ કોલેજ. નવરંગપુરા બસ સ્ટોપથી સ્વસ્તિક ચાર રસ્તાથી કોમર્સ છ રસ્તા થઈને સી. જી. રોડ ક્રોસ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે તારીખ 31 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યા પછીથી સી. જી. રોડ પર વાહનો પાર્ક નહીં કરી શકાય. આ દિવસે રાત્રે 8 વાગ્યાથી ત્યાં વાહનો પાર્ક કરવાની મંજૂરી નથી. એસ.જી. હાઈવે પર 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ભારે અને મધ્યમ વાહનોને તેમજ પેસેન્જર વાહનોને જવાની મંજૂરી નથી.

આ ઉપરાંત.પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામામાં જણાવાયું છે કે કાંકરિયા ચોક ત્રણ રસ્તાથી રેલવે યાર્ડથી ખોખરા બ્રિજથી દેડકી ગાર્ડનથી સિદ્ધિવિનાયક હોસ્પિટલ ચાર રસ્તાથી મચ્છીપીર ચાર રસ્તાથી પુષ્પકુંજ સર્કલથી અપ્સરા સિનેમા ચાર રસ્તા પર કોઈપણ પ્રકારના વાહનો ઊભા નહીં રાખી શકાય. આ ઉપરાંત કાંકરિયા કાર્નિવલમાં આવતા ટુ-વ્હીલરચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.