Not Set/ આણંદ: ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે ટક્કર થતા 9ના મોત

આણંદ પાસે આજે ગોઝારા અકસ્માતમાં 9 લોકોનાં મોત થઇ ગયા છે. અને 10થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આંકલાવ તાલુકાના ગંભીરા ગામે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો હતો.બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત આવી રહ્યાં હતા તે સમયે આ અકસ્માત થયો હતો […]

Gujarat Others Videos
trtr 13 આણંદ: ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે ટક્કર થતા 9ના મોત

આણંદ પાસે આજે ગોઝારા અકસ્માતમાં 9 લોકોનાં મોત થઇ ગયા છે. અને 10થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આંકલાવ તાલુકાના ગંભીરા ગામે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો હતો.બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત આવી રહ્યાં હતા તે સમયે આ અકસ્માત થયો હતો

અકસ્માતની જાણ થતા જ લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 108ની ટીમ દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. જ્યારે 9 લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે. અકસ્માતને પગલે અહી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.