Not Set/ કોંગ્રેસી ધારાસભ્યોએ પગાર વધારાને આવકાર્યો, મોંધવારી પ્રમાણે પગાર બરોબર: કોંગ્રેસ

ગાંધીનગર, વિધાનસભામાં ધારાસભ્યોનો પગાર વધારાનું બિલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે, મહત્વનું છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સરકારના 2005ના પગાર સુધારા વિધેયકને સમર્થન આપ્યું છે. કોંગ્રસના ધારાસભ્યોનું કહેવું છે કે, વધારેલો પગાર પણ બીજા રાજ્યો કરતા ઓછો છે અને મોંધવારી પ્રમાણે થયેલો વધારો ઉચિત છે. કોંગ્રેસના ધારાસભ્યોએ કીધુ કે 14 વર્ષ બાદ ગુજરાતના ધારાસભ્યોના પગારમાં […]

Top Stories
mantavya 13 કોંગ્રેસી ધારાસભ્યોએ પગાર વધારાને આવકાર્યો, મોંધવારી પ્રમાણે પગાર બરોબર: કોંગ્રેસ

ગાંધીનગર,

વિધાનસભામાં ધારાસભ્યોનો પગાર વધારાનું બિલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે, મહત્વનું છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સરકારના 2005ના પગાર સુધારા વિધેયકને સમર્થન આપ્યું છે.

કોંગ્રસના ધારાસભ્યોનું કહેવું છે કે, વધારેલો પગાર પણ બીજા રાજ્યો કરતા ઓછો છે અને મોંધવારી પ્રમાણે થયેલો વધારો ઉચિત છે. કોંગ્રેસના ધારાસભ્યોએ કીધુ કે 14 વર્ષ બાદ ગુજરાતના ધારાસભ્યોના પગારમાં વધારો થયો છે. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યો આઉટ સોરસિંગના લોકોનો પગાર વધે તે માટે સરકાર સામે રજૂઆત કરવાની પણ વાત કરી છે.

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પગાર વધારાનો વિરોધ કર્યો છે. જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે, પગાર વધારા સૌને ગમે પરંતુ નાના માણસોનું શું? આ સાથે જિગ્નેશ મેવાણીએ આઉટ સોરસિંગના કર્મચારીઓ મુદ્દે સરકાર  પર પ્રહારો કર્યા હતા.

સચિવાલય ના લિફ્ટ મેન છે. તે લોકોને સાવ સામાન્ય પગાર મળે છે. આશા વર્કર બહેનો નું શુ?. તેમનું  શોષણ ના થવું જોઈએ. સાથે ટાટા કમ્પની રાજ્ય સરકારએ લોન માફીની વાત કરવા મુદ્દે જણાવ્યું હતું કે, ખેડૂતોની લોન અને તેમના દેવા માફ કરવા જોઈએ.

ટાટા જેવા અરબપતી ઓના દેવા માફ કરવાથી લોકો ને શુ ફાયદો થવા નો છે? ખેડૂતો ના દેવા માફ કરવા જોઈએ અને આવનારી ચૂંટણી માં નરેન્દ્રભાઈ એ GST અને નોટબધીને મુખ્ય ચુનવી મુદ્દો બનાવી ચૂંટણી લડવી જોઈએ.