Not Set/ એટીએમમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ગોઠવીને ડેટા ચોરતા આરોપીઓને પકડી પાડ્યો, મહિને રૂ.50 હજારની કમાણી કરી લેતા

સુરતનાં સરથાણામાં શ્યામધામ રોડ ઉપર મોતી નગર સર્કલ પાસે દેના બેંકના એટીએમમાં કેમેરા ફિટ કર્યાની ફરિયાદ પોલિસ મથકમાં કરવામાં આવી. ફરિયાદનાં આધારે પોલિસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બેંકના એસોશીએટ વાઈસ પ્રેસિડન્ટ ભરત પંચાલનો એપીએમસી માર્કેટની દેના બેંકની ઝોનલ ઓફિસ પર એક ઈમેલ આવ્યો હતો. જેમાં સાગર ધામેલિયા અને તેના સાથી આદિત્યકુમારે એટીએમમાં […]

Top Stories
srttrtt એટીએમમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ગોઠવીને ડેટા ચોરતા આરોપીઓને પકડી પાડ્યો, મહિને રૂ.50 હજારની કમાણી કરી લેતા

સુરતનાં સરથાણામાં શ્યામધામ રોડ ઉપર મોતી નગર સર્કલ પાસે દેના બેંકના એટીએમમાં કેમેરા ફિટ કર્યાની ફરિયાદ પોલિસ મથકમાં કરવામાં આવી. ફરિયાદનાં આધારે પોલિસે તપાસ હાથ ધરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બેંકના એસોશીએટ વાઈસ પ્રેસિડન્ટ ભરત પંચાલનો એપીએમસી માર્કેટની દેના બેંકની ઝોનલ ઓફિસ પર એક ઈમેલ આવ્યો હતો. જેમાં સાગર ધામેલિયા અને તેના સાથી આદિત્યકુમારે એટીએમમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ગોઠવ્યા હોવાનુ જણાવામાં આવ્યુ.

પોલિસે એટીએમ પાસે વોચ ગોઠવી આરોપી સાગરને ઝડપી પાડ્યો હતો. સાગરની પુછપરછ કરતા તેની પાસેથી 25થી વધુ ગ્રાહકોના ડેટા પણ મળી આવ્યા હતા. સાગર મહિને રૂ.50 હજાર જેટલી રકમ કમાતો હતો.

સઘન પુછપરછ હાથ ધરતા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા. ગુજરાત સહિત દેશભરમાં સિક્યુરિટી વગરની બેંકોના એટીએમમાં આવી જ રીતે ડિવાઈસ લગાડી ગ્રાહકોનો ડેટા એટીએમમાંથી મેળવી લેતા હતા. સૌથી વધારે આ ટોળકીનો શિકાર મુંબઈના લોકો બન્યા હોવાનું સામે આવ્યું છે. મુંબઇની ગેંગમાં 15થી વધુ માણસો હોવાની પણ આંશકા છે.

ડેટાના આધારે ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી ટોળકીએ અત્યાર સુધીમાં કરોડોની રકમ તફડાવી છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સહિત ટોળકીના અન્ય સાગરીતો હજુ ફરાર છે, જેને શોધવા માટે સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમબ્રાંચ પ્રયત્નો કરી રહી છે.