Not Set/ અમદાવાદ/ સામાન્ય બાબતમાં પાડોશીએ યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવાનો કર્યો પ્રયાસ

અમદાવાદમાં દિવસે ને દિવસે સામાન્ય બોલાચાલી હત્યા કરવામાં આવતી હોય તેવા બ્ધવો વધી રહ્યા છે. સામાન્ય બાબતમાં લોકો હત્યા કરવા પર ઉતરી આવતા હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના રામોલથી સામે આવી છે. જ્યાં એક પાડોશીએ સામાન્ય બાબતમાં  યુવકને છરીના ઘા માર્યા હતા. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. […]

Ahmedabad Gujarat
aa 12 અમદાવાદ/ સામાન્ય બાબતમાં પાડોશીએ યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવાનો કર્યો પ્રયાસ

અમદાવાદમાં દિવસે ને દિવસે સામાન્ય બોલાચાલી હત્યા કરવામાં આવતી હોય તેવા બ્ધવો વધી રહ્યા છે. સામાન્ય બાબતમાં લોકો હત્યા કરવા પર ઉતરી આવતા હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના રામોલથી સામે આવી છે. જ્યાં એક પાડોશીએ સામાન્ય બાબતમાં  યુવકને છરીના ઘા માર્યા હતા. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા રિક્ષાના ડ્રાઈવર રાજે પોતાના જન્મદિવસની ઉજવણી દરમિયાન નિખિલ લકુમ નામના પાડોશીના ના પાડ્યા છતાં પણ કેક ખવડાવાની કોશિશ કરી આ દરમિયાન અકળાયેલા નિખિલે રાજને છરી ઘા માર્યા હતા. રાજને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રાજ તેના મિત્રની ગંગા એપાર્ટમેન્ટની બહાર રાહ જોઈ રહ્યો હતો. ત્યારે કેકના લીધે શર્ટ બગડવાની વાતને મગજમાં રાખીને ફરતા નિખિલે રાજને જોઈને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી. ચપ્પાથી હુમલો કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.