Not Set/ ગૌશાળાના સંચાલકો રોષે ભરાયા, 5 હજાર જેટલી ગાયોને સરકારી કચેરીઓમાં છોડવાનો નિર્ણય

બનાસકાંઠા, એક બાજુ સરકાર દ્વારા ગૌસેવા કરવાની મસમોટી વાતો કરાઈ રહી છે તો બીજી બાજુ સરકારની ગૌશાળાઓ પ્રતેયની ઉપેક્ષા કરાતી હોવાના કારણે બનાસકાંઠાના ગૌશાળાના સંચાલકો દ્વારા રોષે ભરાઈને ડીસાના કાંટ પાંજરાપોળના સંચાલકોએ 5 હજાર જેટલી ગાયોને સરકારી કચેરીઓમાં છોડવાનો નિર્ણય કર્યો છે. બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળની દયનિય હાલતના કારણે હવે ઘાસચારાની તંગી વચ્ચે ગાયોને બચાવવી […]

Top Stories Gujarat Others
dadad ગૌશાળાના સંચાલકો રોષે ભરાયા, 5 હજાર જેટલી ગાયોને સરકારી કચેરીઓમાં છોડવાનો નિર્ણય

બનાસકાંઠા,

એક બાજુ સરકાર દ્વારા ગૌસેવા કરવાની મસમોટી વાતો કરાઈ રહી છે તો બીજી બાજુ સરકારની ગૌશાળાઓ પ્રતેયની ઉપેક્ષા કરાતી હોવાના કારણે બનાસકાંઠાના ગૌશાળાના સંચાલકો દ્વારા રોષે ભરાઈને ડીસાના કાંટ પાંજરાપોળના સંચાલકોએ 5 હજાર જેટલી ગાયોને સરકારી કચેરીઓમાં છોડવાનો નિર્ણય કર્યો છે.

બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળની દયનિય હાલતના કારણે હવે ઘાસચારાની તંગી વચ્ચે ગાયોને બચાવવી મુશ્કેલ બની ગયું છે. જોકે ગૌશાળાના સંચાલકો દ્વારા ગાયોની સ્થિતિ વિશે સરકારમાં અને જિલ્લા તંત્રને રજુઆત કરવા છતાં કોઈ જ પરિણામ ન આવતા આજે ગૌશાળાના સંચાલકો દ્વારા કાંટ પાંજરાપોળની 5 હજાર જેટલી ગાયો ડિસાની સરકારી કચેરીઓમાં છોડી મુકવાનો નિર્ણય કરાયો છે. તેના માટે ગાયોને લઈ જવા માટે 500 આદિવાસીઓને બોલાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના ડીસા પાંજરાપોળની 5 હજાર ગાયોને શહેર તરફ રવાના કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સરકારની સહાય ન મળતા આખરે આ નિર્ણય લેવાયો છે. સરકારી કચેરીઓમાં ગાયોને છોડી મુકાઇ છે.

ત્યારે 500 આદિવાસીઓ સાથે ગાયોને શહેર તરફ રવાના કરવામાં આવી છે. જેને લીધે સરકાર સામે ગૌરક્ષકોમાં આક્રોશ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના પાંજરાપોળમાં 5 હજાર ગાયોની સહાયની માંગણી કરવામાં આવી હતી. ત્યારે વારંવાર રજૂઆત કરવા છતા કોઇ પગલા ન લેવાયા. તેના લીધે આખરે ગાયોને છોડી મુકાઇ છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાની 97 ગૌશાળા અને પાંજરાપોળની 65 હજાર ગાયોને છેલ્લા 17 વર્ષથી સરકાર તરફથી કોઈ મદદ ન મળતાં તેમની હાલત દયનિ બની છે તેથી ગૌશાળાના સંચાલકો દ્વારા વારાફરતી તમામ ગાયોને છોડી મુકવાનો નિર્ણય કરાયો છે.