Not Set/ VIDEO : ટ્રાફિક પોલિસે માંગી 20 રૂપિયાની લાંચ,વીડીયો સામે આવતાં કેવા થયાં હાલ,જુવો

ભરૂચ, સરકારી કર્મચારીઓની લાંચ માગવાની એવી તો કેવી ભૂખ કે માત્ર નજીવી રકમની લાંચ લેતા પણ તેઓ શરમાતા નથી. સરકારી નોકરી કરતા લોકો માટે આ આંચકારૂપ વાત હોઈ શકે છે પરંતુ આ એક હકીકત છે. ભરૂચમાં સોમવારના રોજ એક ટ્રાફિક પોલીસ કર્મચારી માત્ર રૂપિયા ૨૦ની લાંચ લેતા કેમેરામાં કેદ થઈ ગયો છે. આ વાત ચોંકાવનારી […]

Gujarat
dSFsaf VIDEO : ટ્રાફિક પોલિસે માંગી 20 રૂપિયાની લાંચ,વીડીયો સામે આવતાં કેવા થયાં હાલ,જુવો

ભરૂચ,

સરકારી કર્મચારીઓની લાંચ માગવાની એવી તો કેવી ભૂખ કે માત્ર નજીવી રકમની લાંચ લેતા પણ તેઓ શરમાતા નથી. સરકારી નોકરી કરતા લોકો માટે આ આંચકારૂપ વાત હોઈ શકે છે પરંતુ આ એક હકીકત છે.

ભરૂચમાં સોમવારના રોજ એક ટ્રાફિક પોલીસ કર્મચારી માત્ર રૂપિયા ૨૦ની લાંચ લેતા કેમેરામાં કેદ થઈ ગયો છે. આ વાત ચોંકાવનારી છે પરંતુ હકીકત છે

http://https://www.youtube.com/watch?v=WHNlL_iXhqU

ભરૂચની મનુબર ચોકડી પાસે એક કાર ચાલકે ટ્રાફિકનો નિયમ તોડ્યો  હતો અને તેને લઈને ટ્રાફિક કર્મી તેને મેમો આપવા આવે છે, પરંતુ કાર ચાલકે મેમો બાજુ પર રાખીને પતાવટની વાત કરી અને ખિસ્સામાંથી ૨૦ રૂપિયાની નોટ કાઢીને તેના હાથમાં પકડાવી દીધી. આ રકમ મળતા જ પોલીસકર્મી ખુશ થઈ ગયો અને કાર પાસેથી ચાલતી પકડી હતી.

ભરૂચ શહેરના મનુબર ચાર રસ્તા પાસે પોલીસકર્મીની રૂપિયા ૨૦ની લાંચ લેવાના  દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા હતા અને ત્યારબાદ આ લાંચનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ કરતૂતથી પોલીસની ખાખી વર્દી પણ શર્મસાર થઈ ગઈ છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ મંતવ્ય ન્યુઝ દ્વારા આ વિડીયો અંગે માહિતી પ્રકાશમાં લાવવામાં આવી હતી.

જો કે ત્યારબાદ આ ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિકક્ષ (Dy SP)ને સોપવામાં આવી હતી. આ વિડીયો અંગેની તપાસ હાથ ધર્યા બાદ તેઓ સામેના સાચા તથ્યો સામે આવ્યા હતા. Dy SP દ્વારા કાર્યવાહી હાથ ધરાતા પોલીસ કર્મચારી રમણભાઈ શનુભાઈ અને નરેન્દ્રભાઈ ગુલાબરાઉને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.