Political/ ગુજરાત સરકારના બજેટ ઉપર કોંગ્રેસની માર્મિક ટકોર કહ્યું, -રૂપિયો ક્યાંથી આવશે?

ગુજરાત સરકારના બજેટ ઉપર કોંગ્રેસની માર્મિક ટકોર કહ્યું, -રૂપિયો ક્યાંથી આવશે?

Top Stories Gujarat Others Trending
671454 parmarjayrajsinh 041318 ગુજરાત સરકારના બજેટ ઉપર કોંગ્રેસની માર્મિક ટકોર કહ્યું, -રૂપિયો ક્યાંથી આવશે?

હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે રાજયના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બજેટ રાજ્ય કર્યું હતું. જેને લઇ કોંગ્રેસ પ્રવક્તા દ્વારા માર્મિક ટકોર કરવામાં આવી છે. સત્તાધારી પાર્ટી ઉપર ટકોર કરવો એ વિપક્ષનો હક્ક છે.  પરંતુ હાલમાં તો કોંગ્રેસે ગાઢ ચિંતન અને મનોમંથન કરી પોતાને મજબુત કરવાની જરૂર છે. કોંગ્રેસ પોતાની નબળાઈને ઓળખવાની જરૂર છે. જો પોતેજ મજબુત નહી હોય તો ક્યાં સુધી શાબ્દિક વાકબાણ છોડ્યા કરશે..?

https://www.facebook.com/Jayrajsinhparmarcongress/posts/10158343319582569
કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહ પરમારે બજેટ ઉપર ટકોર કરતા ફેસબુક ઉપર પોસ્ટ લખી છે અને જણાવ્યું છે કે સરકારમાં રૂપિયો કયાથીઆવશે અને કયા જશે.

જયરાજ સિંહના જણાવ્યા અનુસાર સરકારમાં રૂપિયો ક્યાંથી આવશે.

માસ્ક ન પહેરનારનો દંડ, હેલ્મેટ ન પહેરનારનો દંડ, સૅનેટાઇઝ્ડ ખર્ચ , માસ્ક, હેન્ડગ્લોવ્ઝ, બનાવનાર અને વેચનાર, કોરોનાના ટેસ્ટ ના કેન્દ્ર પરથી ફી લઈને, ખેડુતોની વિમા પોલીસી ની પ્રીમિયર ઉઘરાવી, જીવન જરૂરી ખાધ સામગ્રી પર વેટ અને જી, એસ. ટી. બેફામ રીતે ટેક્ષ નાખીને, પેટ્રોલ, ડીઝલ તથા ઘરેલુ એલ. પી. જી. ગેસના ધરખમ ભાવ વધારા થી થતી આવક, બંધ સ્કુલ, હાઈસ્કુલ, કોલેજની ફી વધારો કરીને અઢળક આવક કરાશે।

જયરાજ સિંહના જણાવ્યા અનુસાર  રૂપિયો ક્યાં વપરાશે?

કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદોને ખરીદવામાં, ચુંટણીઓ જીતવામાં, સ્ટેડિયમ વિગેરે ના નામ બદલી ઉદ્ધાટન કરવામાં, પી. એમ. ને દેશ વિદેશના પ્રવાસ કરવામાં, પી. એમ. અને સી. એમ. ના મોટા હોર્ડિંગ્સ બનાવી જાહેર કરવામાં , ચીન સરહદે ચીનાઓને મકાન બનાવી આપી આખા ને આખા ગામ વસાવી આપવામાં,,, કોંગ્રેસના નેતાઓને નીચા દેખાડી ભાષણો આપવા દરેક રાજ્યોના પ્રવાસ કરવામાં…..વગેરે વગેરે જગ્યાએ વપરાશે…