Not Set/ દાહોદઃ પક્ષીનો શિકાર કરવા જતા દિપડો ખાબક્યો કુવામાં, વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

દાહોદઃ દાહોદના ધાનપુરના પાંવ ગામ દિપડો કૂવામાં પડી ગયો હતો. મળતી માહિતી મુજબ આ દિપડો ઉછવાસ ફળિયા પાસે પક્ષીનો શિકાર કરવા માટે ગયો તે દરમિયાન પક્ષીનો શિકાર તો દિપડો ના કરી શક્યો પરંતુ દિપડો ઉછવાસ ફળિયામાં આવેલા કુવામાં ખાબકી ગયો. આ ધટનાની જાણ ગામમાં આગની જેમ પસરી ગઈ હતી અને લોકોના ટોળે ટોળા દીપડાને જોવા […]

Gujarat
Untitled દાહોદઃ પક્ષીનો શિકાર કરવા જતા દિપડો ખાબક્યો કુવામાં, વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

દાહોદઃ

દાહોદના ધાનપુરના પાંવ ગામ દિપડો કૂવામાં પડી ગયો હતો. મળતી માહિતી મુજબ આ દિપડો ઉછવાસ ફળિયા પાસે પક્ષીનો શિકાર કરવા માટે ગયો તે દરમિયાન પક્ષીનો શિકાર તો દિપડો ના કરી શક્યો પરંતુ દિપડો ઉછવાસ ફળિયામાં આવેલા કુવામાં ખાબકી ગયો.

આ ધટનાની જાણ ગામમાં આગની જેમ પસરી ગઈ હતી અને લોકોના ટોળે ટોળા દીપડાને જોવા માટે કુવા પાસે આવી ગયા હતાં .

આ ઘટનાની જાણ ગામના લોકોએ ફોન કરીને રેન્જના વન વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને દિપડાને રેસ્કયું કરવાની તજવીજ હાથ ધરી હતી.